આ બીમારીથી રોજ થાય છે લગભગ 3500 લોકોના મોત અને દરરોજ 6 હજારથી વધુ થાય છે સંક્રમિત- જાણો

વાયરલ હેપેટાઇટિસ (Viral Hepatitis) નામની બીમારી એક મોટી સમસ્યા બની રહી છે. થોડા સમય પહેલા જ બહાર પાડવામાં આવેલા ‘WHO 2024 ગ્લોબલ હેપેટાઇટિસ રિપોર્ટ’ અનુસાર 2022માં આના કારણે મૃત્યુ પામનારાઓની અંદાજિત સંખ્યા વધીને 13 લાખ થઈ, જે 2019માં 11 લાખ હતી. રિપોર્ટમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે હેપેટાઇટિસ બી અને સીના ચેપને કારણે વિશ્વભરમાં દરરોજ 3500 લોકો મૃત્યુ પામી રહ્યા છે, જે ખૂબ જ ચિંતાજનક છે.

જો સરળ ભાષામાં સમજીએ તો આ લીવર સાથે સંબંધિત સમસ્યા છે, જેમાં લીવરમાં સોજો આવે છે. હેપેટાઇટિસ A, B અને Cને વાયરલ ઇન્ફેક્શનના મુખ્ય કારણો ગણવામાં આવે છે. આંખો પીળી પડવી, પેશાબના રંગમાં ફેરફાર, અતિશય થાક, ઉલટી અથવા ઉબકા, પેટમાં દુખાવો, સોજો, અચાનક વજન ઘટવું અને ભૂખ ઓછી થવી. ડબ્લ્યુએચઓ અનુસાર આ રોગના કેટલાક મુખ્ય લક્ષણો છે, હેપેટાઇટિસના ચેપને અટકાવી શકાય છે.

તેના નિદાન અને સારવાર માટે વધુ સારા સાધનો ઉપલબ્ધ છે. ફક્ત શક્ય તેટલી વહેલી તકે બીમારીને ઓળખવાની જરૂર છે. પેટનો અલ્ટ્રાસાઉન્ડ, લીવર ફંક્શન ટેસ્ટ, ઓટોઇમ્યુન બ્લડ માર્કર ટેસ્ટ અને લીવર બાયોપ્સી. આ કેટલાક મુખ્ય પરીક્ષણો છે, જે રોગની સ્થિતિ વિશે કહી શકે છે. ડોકટરો આની ભલામણ કરે છે. તે પણ ત્યારે જ્યારે આ બીમારીને રોકવા માટેની વેક્સીન 1982 થી જ ઉપલબ્ધ છે, અને તે બીમારીના જોખમને 95 ટકા સુધી ઘટાડવામાં અસરકારક છે.

સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, હેપેટાઇટિસ બી રસીના ત્રણ ડોઝ આ રોગ સામે રક્ષણ આપી શકે છે, જે લીવર સંબંધિત સમસ્યા છે. આવી સ્થિતિમાં જો આપણે લીવરને સ્વસ્થ રાખવાની રીતો અપનાવીએ અને તંદુરસ્ત આહારનું પાલન કરીએ, તો આ રોગનું જોખમ ઓછું થઈ જાય છે. નિષ્ણાતો આલ્કોહોલ, જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડને ટાળવા અને શક્ય તેટલું વધુ પાણી પીવાની ભલામણ કરે છે.

જણાવી દઇએ કે, અમુક પ્રકારના વાઈરસને કારણે થતો હિપેટાઈટીસ શારીરિક સંભોગ દ્વારા પણ ફેલાઈ શકે છે. આમ તો આલ્કોહોલ, ઝેર, કેટલીક દવાઓ અને કેટલાક રોગોના વધુ પડતા સેવનને કારણે પણ લીવરમાં સોજો આવી શકે છે. પણ મોટાભાગના કિસ્સાઓમાં હેપેટાઇટિસ વાયરસને કારણે થાય છે. હેપેટાઈટીસના લક્ષણો દેખાવામાં 2 અઠવાડિયાથી 6 મહિનાનો સમય લાગી શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં હેપેટાઈટીસ જેવી મહામારીને દૂર કરવાનું છે. ઉલ્લેખનીય છે કે રિપોર્ટ અનુસાર વિશ્વભરના વિવિધ વિસ્તારોમાં ક્રોનિક હેપેટાઇટિસ બીથી પીડિત દર્દીઓમાંથી માત્ર 13% દર્દીઓનું નિદાન થયું છે અને 2022ના અંત સુધીમાં માત્ર 3% (લગભગ 70 લાખ) લોકો એન્ટિવાયરલ દવા મેળવી શક્યા છે.

હેપેટાઇટિસ સી: આ રોગ 36 ટકા લોકોમાં ઓળખી શકાય છે અને માત્ર 20% (1 કરોડ 25 લાખ) લોકોને જ ઇલાજ કરવા માટે દવાઓ આપી શકાય છે.આ આંકડા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના લક્ષ્યાંક કરતા ઘણા ઓછા છે. તેમનો ધ્યેય 2030 સુધીમાં ક્રોનિક હેપેટાઇટિસ બી અને સીથી પીડિત 80% લોકોને ઇલાજ કરવાનો છે.

(નોંધ : ઉપરોક્ત કોઇ પણ માહિતી દવા કે સારવારનો વિકલ્પ નથી, વધારે જાણકારી માટે ડોક્ટરનો સંપર્ક કરો.)

Shah Jina