ગુલાબી ઇડલી ખાઓ અને બીમારીઓને દૂર ભગાઓ ! લોહીની કમીની ક્યારેય નહિ થાય પરેશાની

શું તમે ક્યારેય ખાધી છે પિંક ઇડલી ? સવારના નાશ્તા માટે છે બેસ્ટ- સ્વાદ અને પોષણથી ભરપૂર

દિવસની કરો હેલ્દી શરૂઆત- બાળકોની સાથે સાથે તમે પણ ખાઓ ગુલાબી ઇડલી, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે રેસીપી

નાસ્તામાં સાઉથ ઈન્ડિયન ફૂડ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ઈડલી પણ એવો જ એક સાઉથ ઇન્ડિયન નાસ્તો છે જેને લોકો ખૂબ જ ઉત્સાહથી ખાય છે. ઈડલી સ્વાદિષ્ટ તો છે જ પણ સરળતાથી પચી પણ જાય છે. આજે અમે તમને પિંક ઇડલી કેવી રીતે બનાવવી તે જણાવીશું જે બીટરૂટના રસમાંથી તૈયાર કરવામાં આવે છે. બીટરૂટ શરીરમાં ઝડપથી લોહી વધારવાનું કામ કરે છે, તેથી ગુલાબી ઈડલી ખાવાથી પણ શરીરમાં લોહીનું સ્તર વધારવામાં મદદ મળે છે.

ગુલાબી ઈડલી બનાવવી ખૂબ જ સરળ છે, તેને રેગ્યુલર ઈડલીની જેમ જ બનાવવામાં આવે છે. બાળકો માટે આ ઇડલી ઘણી ફાયદાકારણ સાબિત થઇ શકે છે કે કારણ કે તેમને ખવડાવવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે, ઘણી વખત તેઓ આરોગ્યપ્રદ વસ્તુઓને બદલે ચોકલેટ, ચિપ્સ અને અન્ય પેકેજ્ડ વસ્તુઓને પસંદ કરે છે. લગભગ દરેક માતા-પિતા પોતાના બાળકોને હેલ્ધી ફૂડ ખવડાવવા માંગે છે, પરંતુ બાળકોની જીદને કારણે તેઓ કંઈ કરી શકતા નથી. પરંતુ આ પિંક ઇડલી તમે બાળકોને ખવડાવી શકો છો જે હેલ્દી હોવાની સાથે સાથે એટ્રેક્ટિવ લુક પણ આપે છે.

ગુલાબી ઈડલી બનાવવા માટેની સામગ્રી
ચોખા – 2 કપ
ધોયેલી અડદની દાળ – 1/2 કપ
પૌઆ- 1/4 કપ
મેથીના દાણા – 1/2 ચમચી
બીટરૂટનો જ્યુસ- 1/2 કપ
મીઠું – સ્વાદ અનુસાર

બનાવવાની રીત : ગુલાબી ઈડલી બનાવવી ખૂબ જ સરળ છે જે સ્વાદ અને પોષણથી ભરપૂર છે. આ માટે સૌથી પહેલા ઈડલીનું બેટર તૈયાર કરો. સૌપ્રથમ અડદની દાળ, મેથીના દાણા અને પૌઆને ચોખ્ખા પાણીથી 2-3 વાર ધોઈ લો. આ પછી તેને 4-5 કલાક માટે પાણીમાં પલાળી રાખો. એ જ રીતે ચોખાને ત્રણથી ચાર વાર ધોઈને 4-5 કલાક પલાળી રાખો. પછી આ બધુ મિક્સર જારમાં નાખી ખારુ તૈયાર કરો અને તેમાં સ્વાદ અનુસાર મીઠું અને બીટરૂટનું પાણી ઉમેરો. હવે તેને મિક્સ કરો,

પેસ્ટનો રંગ ગુલાબી થઈ જશે.હવે તૈયાર કરેલી પેસ્ટને 8-10 કલાક માટે ગરમ જગ્યાએ રાખો, ઈડલી બનાવતા પહેલા બેટરને ફરી એકવાર મિક્સ કરો. હવે ઈડલીનું વાસણ લો અને તેના મોલ્ડમાં ઈડલીનું બેટર ભરો અને તેને ઢાંકી દો. ઈડલીને 10 મિનિટ વરાળ પર પકાવો. તે પછી ચેક કરી લો કે ઇડલી બરાબર થઇ ગઇ છે કે નહીં. આ પછી ઇડલીને મોલ્ડમાંથી બહાર કાઢી ચટણી અને સાંભાર સાથે સર્વ કરો.

(Disclaimer: ઉપરોક્ત જાણકારી ઘરેલુ નુસ્ખા અમે સામાન્ય માહિતી પર આધારિત છે, સ્વાસ્થ્ય સાથે જોડાયેલ કઇ પણ વસ્તુ અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.)

Shah Jina