જ્યોતિષ શાસ્ત્ર

જો તમે હનુમાનજીના ભક્ત છો તો આ પ્રતિમાથી પૂર્ણ થશે તમારી મનોકામના, પરંતુ ધ્યાન રાખવું પડશે આ ખાસ વાતનું

આ સૃષ્ટિ ઉપર એક જ અજર અમર દેવ છે. અને એ છે હનુમાન દાદા. હનુમાન દાદા આજે પણ પૃથ્વી ઉપર કોઈને કોઈ સ્વરૂપે બિરાજમાન છે. દાદા પોતાના ભક્તોના તમામ સંકટ દૂર કરે છે. અને તેથી જ તેમને સંકટ મોચન તરીકે પણ ઓળખવામાં આવે છે. દાદાની ભક્તિ કરવા માટે શનિવાર અને મંગળવારનો દિવસ ખાસ છે. આ દિવસે સાચા મન અને શ્રદ્ધાથી કરેલી દરેક પ્રાર્થના દાદા સાંભળે છે. પરંતુ મોટાભાગના લોકો નથી જાણતા કે હનુમાન દાદાની પ્રતિમાની સ્થાપના કેવી રીતે થઇ શકે ? અને કેવી પ્રતિમા દ્વારા દાદાની કૃપા મળે અને કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આજે અમે તમને એવી જ એટલીક ખાસ માહિતી આપીશું.

Image Source

સામાન્ય રીતે જોઈએ તો હનુમાનજીની ઘણી પ્રતિમાઓ અને તસવીરો જોવા મળે છે અને જેમનું એક આગવું જ મહત્વ રહેલું છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે તેમની અલગ અલગ તસ્વીરોની પૂજા કરવાથી મનુષ્યના કષ્ટો દૂર થઇ જાય છે. પરંતુ જો તમે તમારી વિશેષ મનોકામના પૂર્ણ કરવા માંગો છો ? અને ઈચ્છો છો કે ઘરની બધી જ સમસ્યાઓ દૂર થઇ જાય તો ઉત્તરમુખી અને દક્ષિણામુખી હનુમાનજીની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી બધા જ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે અને ઘર પરિવારમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે. હનુમાજીની આ પ્રતિમાની પૂજા કરવાથી માનસિક ક્લેશથી પણ છુટકારો મળે છે.

Image Source

જો તમે માતા-પિતા અને ભાઈ બહેનના સંબંધોમાં પ્રેમ જાળવી રાખવા માંગો છો તો હનુમાનજીની એવી તસ્વીરની પૂજા કરો જેની અંદર તે પ્રભુ શ્રી રામ, માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે હાજર હોય.

Image Source

જો તમે ઘરની અંદર સૂર્યની ઉપાસના કરતા હનુમાનજીની પૂજા કરો છો તો તે પરિવાર માટે માન-સન્માન અને ઉન્નતિ માટે લાભદાયક છે. તેનાથી ઘરની અંદરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. અધૂરા કામો પણ પૂર્ણ થવા લાગે છે. પરંતુ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે જે પણ પ્રતિમા રાખો તેની નિયમિત પૂજા અને નિયમિત રૂપથી ઉપાસના કરવી જોઈએ.

Image Source

હનુમાનજીની વિભિન્ન મુદ્રાઓ વાળી તસ્વીર રાખીને તમે પૂજા કરો છો તો તમારી અસાધ્ય મનોકામના પણ પૂર્ણ થશે. તમે હનુમાનજીની ખાસ મુદ્રાવાળી તસ્વીરને પોતાના પૂજા સ્થળમાં વિધિ વિધાન પૂર્વક સ્થાપિત કરો અને નિયમિત તેની પૂજા કરો. સવાર-સાંજ હનુમાનજીની સમક્ષ દિપક પ્રગટાવો અને સાથે જ મનોકામના પૂરતી માટે પ્રાર્થના કરો. હનુમાનજીની કૃપાથી તમારા જીવનની બધી જ મુશ્કેલીઓનું સમાધાન થઇ જશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.