જો તમે પણ ખરતા વાળને કારણે પરેશાન છો અને પાર્લરમાં કલાકો વીતાવો છો તો બદામના તેલનો આવી રીતે કરો ઉપયોગ- મળશે Hair Fallથી છુટકારો

શું તમે પણ ખરતા વાળથી પરેશાન છો ? તો આ 3 રીતે કરો બદામના તેલનો ઉપયોગ, થઇ શકે છે વધારે ફાયદો

ઘરમાં દાદી-નાની જ વધારે તો માથામાં માલીશ કરવા પર જોર આપતા હોય છે. પરંતુ આજના સમયમાં લોકો પાસે એટલો સમય જ નથી જેમાં તેઓ વાળને ચંપી કરી શકે, તેની અસર વાળની ગુણવત્તા પર પણ પડે છે. ભરપૂર પોષણ ન મળવાને કારણે હેર ફોલની સમયસ્યા થાય છે. આ સાથે જ રૂખા સ્કેલપને કારણે વાળમાં ડેંડ્રફ થઇ જાય છે અને તેને કારણે પણ વાળ ખરવાની સમસ્યા થતી હોય છે. એવામાં આને લઇને લોકો પાર્લરમાં કલાકો વીતાવે છે પરંતુ હેર પ્રોડ્કટ્સમાં કેમિકલના કારણે તે વાળ માટે ખતરનાક સાબિત થઇ શકે છે. ત્યાં વાળ માટે બદામનું તેલનો ઉપયોગ કરવો ફાયદાકારક થઇ શકે છે.

જો તમારા વાળ  ખરી રહ્યા છે અને તેને બીજીવાર ઉગવામાં વધારે સમય લાગી રહ્યો છે તો બદામના તેલથી મસાજ કરવુ એ સારો વિકલ્પ છે. એવામાં તમારે હેર કેર રૂટીનમાં સપ્તાહમાં એકવાર માલિશ કરવાને પણ સામેલ કરવું જોઇએ. આનાથી સ્કેલપમાં લોહીનું સંચાર સારુ થાય છે, જેનાથી હેર ફોલિકલ્સને મજબૂતી મળે છે. બદામ તેલમાં વિટામીન ઇ ભરપૂર માત્રામાં હોય છે. સાથે જ તેમાં એન્ટી ઓક્સિડન્ટ પણ હોય છે, જે વાળને ડેમેજ થવાથી બચાવે છે.

2 ટીસ્પૂન કેરિયર ઓઇલમાં અડધી ચમચી બદામ અને 1 ચમચી કેસ્ટર ઓઇલ મેળવો અને તેને 3-4 મિનિટ સુધી ગરમ કરો અને પછી વાળમાં લગાવો. જો તમે ઓમેગા 3 ફેટી એસિડ અને પ્રોટીનથી ભરપૂર બદામના તેલનો ઉપયોગ હેર માસ્કમાં કરો છો, તો તે વાળને મજબૂત અને મુલાયમ બનાવશે. આ સાથે, તે ધૂળ અને બદલાતા હવામાનને કારણે વાળ પર થતી અસરને ઘટાડવામાં પણ અસરકારક સાબિત થશે. તેનાથી વાળ ખરવાથી પણ છુટકારો મળશે.

કરી પત્તાનો ભૂકો કરી તેમાં મેથીના દાણા અને એક કેળું ઉમેરો. હવે તેમાં એક ચમચી મધ અને એક ચમચી બદામનું તેલ ઉમેરો. પછી તેને વાળમાં લગાવો અને થોડી વાર રાખો, ત્યારબાદ સ્ટીમ લો અને હળવા શેમ્પૂથી વાળ ધોઈ લો.

સૂર્યના કિરણો, પ્રદૂષણ, રાસાયણિક ઉત્પાદનો વાળને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં બદામનું તેલ લગાવીને વાળની ​​તમામ સમસ્યાઓ દૂર કરી શકાય છે. તેમાં વિટામીન-ઈ અને બાયોટિન હોય છે જે વાળ ખરવાની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેમાં પ્રાકૃતિક SPF તત્વો હોય છે જે વાળને કોઈપણ પ્રકારના નુકસાનથી બચાવે છે. તમે તમારા વાળ ધોયા પછી તેનો સીરમ તરીકે પણ ઉપયોગ કરી શકો છો.

2 ચમચી એલોવેરા જેલમાં અડધી ચમચી બદામનું તેલ મિક્સ કરો. જો તમે ઈચ્છો તો તેમાં લૈવેંડરના 2-3 ટીપા પણ ઉમેરી શકો છો. જ્યારે વાળ ભીના હોય ત્યારે તેને તમારા વાળની ​​લંબાઈમાં લગાવો. જો કે, તેને સ્કેલપમાં લગાવવાથી બચો નહિ તો વાળ ઓયલી લાગશે.

Shah Jina