હેલ્થ

માખી, મચ્છરને ભગાવો માત્ર 3 જ રૂપિયામાં.. અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર-મિનિટોમાં જોવા મળશે પરિણામ

ઘરની અંદર સૌથી વધુ તક્લીફ હોય તો તે છે માખી-મચ્છરની. સામાન્ય રીતે તો કીડી મકોડા આપણા ઘરની આસપાસ રહેતા જ હોય છે. ઘરમાંથી માખી-મચ્છરને દૂર કરવા નિતનવા ઉપાયો અજમાવતા હોય છે. ઘણા લોકો માખી-મચ્છરને દૂર કરવા માટે ઘરગથ્થુ ઉપાય અજમાવતા હોય છે.

તો ઘણા લોકો દવાઓનો ઉપયોગ કરતા હોય છે લાંબાગાળે નુકસાન કરતા હોય છે. જો તમે પણ માખી-મચ્છરને આસાનીની થી દૂર કરવા માંગતા હોય તો ઘરેલુ ઉપાયો અપનાવો.

Image Source

આવો જાણીએ ઘરગથ્થુ ઉપાય:

લીમડોમાં ગુણોનો ભંડાર હોય છે. ગામડામાં લીમડાને દવાખાના તરીકે ઓળખવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે લીમડો ફાયદેમંદ છે. લીમડાથી માખી-મચ્છર દૂર રહે છે. માખી-મચ્છરને તમારાથી દૂર રાખવા માટે લીમડાના તેલમાં કોપરેલ મિક્સ કરીને શરીર પર લગાવી લો.આ તેલની અસર ઓછામાં ઓછી 8થી 9 કલાક સુધી રહેશે.

માખી મચ્છને ભગાવવા માટે લીમડાના તેલનો દીવો અથવા લીમડાનું તેલ ઓલ આઉટની બોટલમાં ભરી દેવાથી ઘરમાંથી મચ્છર ભાગી જશે.

Image Source

લોકો માખી મચ્છરને દૂર કરવા માટે કોઇલ સળગાવતા હોય છે. કોઈલ કરવાની બદલે તમે કપૂર પણ લગાવી શકે છે. કપૂરને સળગાવવાથી 15થી 20 મિનિટ સુધી રાખી દો. આ ઉપાય કરવાથી માખી-મચ્છર દૂર ભાગી જશે.

ઉંદરથી મુક્તિ મેળવવા માટે એક સુતરાઉના કપડામાં પીપરમિન્ટમાં રાખી દેવાથી ઉંદર ભાગી જશે કારણકે ઉંદરને પીપરમેન્ટની સુગંધથી તેનો શ્વાસ રૂંધાશે અને મરી જશે.

Image Source

વંદાથી રાહત મેળવવા માટે મરી પાવડર, ડુંગળી એન લસણને પીસીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં પાણી ઉમેરી દો. આ પેસ્ટને વંદાની અવર-જ્વર જ્યાં વધુ રહેતી હોય ત્યાં લગાડો. વંદા આ પેસ્ટથી જ દૂર ભાગી જશે.

ગરોળી ભગાવવા માટે ઈંડાના છોતરાંને ઊંચાઈ પર રાખો. ઈંડાની દુર્ગંધથી જ ગરોળી દૂર ભાગે છે. ગરોળીને ઘરમાંથી ભગાડવા માટે આ એક ઘરગથ્થુ ઉપાય છે.

Image Source

કીડીને ઘરમાંથી ભગાવવા માટે કડવી કાકડી રાખી દેવાથી ફાયદો થાય છે. જ્યાં કીડીની અવર-જ્વર વધુ હોય ત્યાં કડવી કાકડી રાખી દેવાથી ફાયદો થાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.