જીવનશૈલી

સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાના ભત્રીજા લગ્નમાં જોવા મળી જાહોજલાલી, જુઓ લગ્નમાં કેવી હતી ચકાચોંધ

ડાયમંડ કિંગ ઘનશ્યામભાઈ ધોળકિયાના દીકરાના લગ્નમાં જાહોજલાલી, બુર્ઝ ખલીફાના શેપમાં 200 કિલોની કેક, ફાલ્ગુની પાઠકે વહાવ્યો ગરબાનો રંગ, જુઓ તસવીરો

ગુજરાતની અંદર ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા સવજીભાઈ ધોળકિયા આજે કોઈ ઓળખાણના મોહતાજ નથી, સમાજસેવા હોય કે પોતાના કર્મચારીઓને બોનસ આપવાનું હોય, તે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે હાલમાં જ તેમના ઘરે પણ લગ્નની શરણાઈ ગુંજી છે. જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)

તાજેતરમાં જ હરિકૃષ્ણ એક્સપોર્ટના ડિરેક્ટર અને સવજીભાઈનાં નાના ભાઈ ઘનશ્યામભાઈનાં દીકરા હિતાર્થ ધોળકિયાના લગ્ન યોજાયા હતા આ લગ્નની માહિતી સોશિયલ મીડિયા દ્વારા મળી હતી. પરંતુ આ લગ્ન ક્યાં યોજાયા તેની કોઈ માહિતી મળી રહી નથી.

હિતાર્થના લગ્ન પૂર્વા વેકરીયા સાથે યોજાયા હતા. આ લગ્નની અંદર મોટી જાહોજલાલી જોવા મળી હતી. આ લગ્નની અંદર ડાન્સ પાર્ટીનું પણ આયોજન જોવા મળ્યું હતું તો લગ્ન પ્રસંગે ખાસ બુર્જ ખલીફા વાળી કેક પણ લાવવામાં આવી હતી, જેમાં દુબઈનું બુર્જ ખલીફા સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

આ કેક ઉપર લગ્ન બંધનથી જોડાનારા હિતાર્થ અને પૂર્વાના નામ પણ લખેલા જોવા મળ્યા હતા. તેમજ આ શાનદાર કેક 3.4 મીટર ઊંચી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. આ ઉપરાંત લોકપ્રિય ગાયિકા ફાલ્ગુની પાઠકે પણ ગરબામાં રમઝટ બોલાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by WOW SWEETS (@wowsweets_uae)

તમને જણાવી દઈએ કે ઘનશ્યામભાઈ ધોળકિયા થોડા સમય પહેલા જ મુંબઈમાં ખરીદેલા એક બંગલાને લઈને ચર્ચામાં આવ્યા હતા. તેમને માયાનગરી મુંબઈના વરલી વિસ્તારમાં સી ફેન્સીંગ 185 કરોડનો બંગલો ખરીદ્યો હતો.

ઘનશ્યામ ભાઈ છેલ્લા ઘણા સમયથી મુંબઈના વરલી વિસ્તારની અંદર એક સારું ઘર શોધી રહ્યા હતા અને અંતે તેમને આ ઘર પસંદ આવી જતા 185 કરોડમાં સોદો નક્કી કર્યો હતો. ઘનશ્યામભાઈએ ખરીદેલા આ વૈભવી બંગલો 19886 સ્કેવર ફીટમાં ફેલાયેલો છે અને આ આલિશાન બંગલાનું નામ પન્હાર બંગલો છે.

આ આલીશાન બંગલાની અંદર બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર તથા 6 ફ્લોર આવેલા છે. આ બંગલો એસ્સાર ગ્રુપની કંપની આર્કાઈ હોલ્ડિંગ્સ લિ. પાસેથી ગત 30 જુલાઈએ ખરીદાયો છે. આ વૈભવી બંગલાનો અંદરનો નજારો પણ ખુબ જ આકર્ષક છે.

તો વાત કરીએ તેમના દીકરા હિતાર્થની તો તે પણ પહેલા તેની કમાણીને લઈને ચર્ચામાં આવી ગયો છે. હિતાર્થે હૈદરાબાદમાં ખુબ જ સામાન્ય રીતે જીવન જીવી અને નોકરી કરી હતી અને તે 5000 હજાર રૂપિયાની કમાણી કરી અને પોતાના ઘરે પરત ફર્યો હતો.

ઘરે પહોંચેલા હિતાર્થ માટે વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે પરિવારના સભ્યો હિતાર્થને ભેટી પડ્યા હતા. હિતાર્થે એક મહિનામાં પોતાને સમજાયેલી રૂપિયા અને માણસની કિંમત અંગેના મંતવ્યો પણ રજૂ કર્યા હતા.

હિતાર્થે હૈદરાબાદની અંદર ખુબ જ સામાન્ય નોકરી કરી હતી, અને ખુબ જ સામાન્ય રીતે પોતાનું જીવન વિતાવ્યું હતું. આ દરમિયાન તેને પોતાની ઓળખ પણ છુપાવી હતી. તેને કોઈને એ પણ જણાવવા દીધું નહોતું કે તે કરોડપતિ પરિવારનો દીકરો છે. ધોળકિયા પરિવારની અંદર આ પ્રથા પહેલેથી ચાલી આવી છે. જેના કારણે તેમના બાળકો પણ પૈસાનું મૂલ્ય સમજી શકે.

ત્યારે હાલ હિતાર્થ તેના લગ્નને લઈને ફરીથી ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તેમના લગ્નની કેટલી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે લગ્ન કેટલી ભવ્ય રીતે કરવામાં આવ્યા હતા.