બોલિવુડના ખ્યાતનામ સિંગર હિમેશ રેશમિયાએ કર્યા કષ્ટભંજન દાદાના દર્શન

બૉલિવૂડ સિંગર હિમેશ રેશમિયા સાળંગપુરધામની મુલાકાતે, કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી – જુઓ તસવીરો નીચે

બોલિવુડ સિંગર અને એક્ટર હિમેશ રેશમિયા હાલમાં જ પ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે પહોચ્યા હતા. જ્યાં તેમણે કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન કર્યા અને બે હાથ જોડી વંદન પણ કર્યા. હિમેશનું હનુમાનજી મંદિરમાં સ્વામીજી દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત તેમના હાથે દોરો પણ બાંધવામાં આવ્યો હતો.

હિમેશ રેશમિયાએ દાદાના ચરણોમાં માથુ ટેકવી સારા જીવનની કામના કરી હતી. જણાવી દઇએ કે, હિમેશ રેશમિયા શુક્રવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે દર્શને આવ્યા હતા. હિમેશે દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી અને પૂજારી સ્વામીના આશીર્વાદ પણ ગ્રહણ કર્યા.

બોટાદના બરવાળાના સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે અને સિંગર હનુમાન દાદા પ્રત્યે ખૂબ શ્રદ્ધા ધરાવે છે. તે મુળ ગુજરાતી છે અને બે વર્ષ પહેલા પણ સાળંગપુર ધામે પત્ની અને માતા સાથે હનુમાનજીના દર્શને આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, હિમેશ રેશમિયા સુપ્રસિધ્ધ સિંગર અને એક્ટર હોવાની સાથે સાથે રિયાલિટી શોના જજ પણ છે. તેના અનેક ગીતો આજે પણ લોકોના મોઢે ગુંજી રહ્યા છે. ઝલક દીખલાજા ગીત તો એટલું ફેમસ થયુ હતું કે નાનાથી માંડી મોટા સૌ કોઇ આ ગીત ગાતા જોવા મળતા હતા.

Shah Jina