રેલવે સ્ટેશન પર ગીત ગાતો એક વિડીયો વાયરલ થયા બાદ રાનુ મંડલ આજે એક સુપરસ્ટાર બની ગઈ છે, દરેક લોકો હવે આ મહિલાને ઓળખ છે. રાનુએ હિમેશ રેશમિયાની આગામી ફિલ્મ માટે ગીત પણ ગાયું છે. આ ગીતના રેકોર્ડિંગ સમયની એક નાની ઝલક હિમેશ રેશમિયાએ શેર પણ કરી હતી, ત્યારે એ વીડિયોના વાયરલ થયા બાદ પહેલીવાર હિમેશ રેશમિયાએ આ વિષય પર વાત કરી છે.
રાનુ અને પોતાના ગીતની સફળતા પર વાત કરતા હિમેશ રેશમિયાનો એક વિડીયો રાનુના ઇન્સ્ટાગ્રામ ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં હિમેશ રેશમિયાએ એ પણ જણાવ્યું છે કે તેઓ રાનુથી આટલા પ્રભાવિત શા માટે થઇ ગયા હતા? હિમેશે આ વીડિયોમાં કહ્યું – ‘હું દિલથી અતીન્દ્રજીનો ધન્યવાદ કરવા માંગીશ કે જેમને મુશ્કેલીના સમયે રાનુનો આ રીતે સાથ આપ્યો અને એ વીડિયોને કારણે સુપરસ્ટાર સિંગરમાં આવી. હું ત્યાં તેમનો અવાજ સાંભળીને મુગ્ધ થઇ ગયો હતો અને મને તેમની સાથે ગીત રેકોર્ડ કરવાની તક મળી.’
આ વીડિયોમાં હિમેશ રેશમિયાએ તેમની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરના ગીત તેરી મેરીને ઘણો પ્રેમ આપવા માટે ધન્યવાદ પણ કહ્યું છે. જણાવી દઈએ કે બોલિવૂડમાં ડેબ્યુ અને ઘણા બધા ઇન્ટરવ્યુઝ કર્યા બાદ રાનુએ પોતાનો પહેલો સ્ટેજ શો પણ કરી લીધો છે. માત્ર ગણતરીના દિવસોમાં જ રાનુની ચાહકોની સંખ્યા એટલી વધુ ગઈ છે કે હવે એ લોકો રાનુ વિશે જાણવા માંગે છે. રાનુના નામથી સોશિયલ મીડિયા પર કેટલાક ફેનપેજ પણ બની ચુક્યા છે. આ જ કારણ છે કે જો આપણે રાનુને સુપરસ્ટાર કહીશું તો એમાં ખોટું નહિ હોય.
પ્રસિદ્ધ થતા પહેલા રાનુએ પોતાના જીવનમાં મુશ્કેલીભર્યા દિવસો જોયા છે. તેમને લગભગ 10 વર્ષ સુધી રેલવે સ્ટેશનના એક ખૂણામાં બેસીને ગીતો ગાઈને પોતાનું પેટ ભર્યું છે. રાનુએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે પતિના મૃત્યુ બાદ ગીત ગાવાથી તેમને જે પૈસા મળતા તેનાથી જ પોતાનું જીવન ગુજારતી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks