જીવનમાં અભ્યાસ ખૂબ જ જરૂરી છે. આપણા વડીલો પણ હંમેશાથી કહેતા આવ્યા છે કે ભણશો-ગણશો તો જીવનમાં કઈંક કરી શકશો. વડીલો આપણને સૌથી પહેલા ભણી લેવાની જ સલાહ આપે છે અને કહે છે કે પહેલા ખૂબ જ ભણી લો પછી જે કરવું હોય એ કરી શકશો. ત્યારે આવી જ સલાહ કદાચ બોલીવૂડના આ સિતારાના માતાપિતાએ પણ તેમને આપી હશે એટલે જ તેઓ પણ વધુ ભણેલા છે.

બોલિવૂડમાં પણ એવા કેટલાક સિતારાઓ છે કે જે ખૂબ જ ભણેલા-ગણેલા છે પણ તેઓએ અભિનયને પોતાની કારકિર્દી તરીકે પસંદ કર્યું છે. ગ્લેમર અને અભિનયના જોરે આ હસ્તીઓએ દેશ-દુનિયામાં નામ બનાવ્યું અને અભ્યાસમાં પણ આગળ જ હતા. તો ચાલો આજે જાણીએ એવા બોલીવૂડના સિતારાઓ વિશે કે જેઓ હાઈલી ક્વોલિફાઈડ છે.

જોન અબ્રાહમ – અભિનેતા જોન અબ્રાહમે બોમ્બે સ્કોટિશ સ્કૂલથી પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો એ પછી તેને જયહિન્દ કોલેજમાંથી ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ પછી તેમને મુંબઈ એજ્યુકેશનલ ટ્રસ્ટથી પોતાનો એમબીએનો અભ્યાસ પૂરો કર્યો હતો.

પ્રીતિ ઝિન્ટા – બોલિવૂડની ગાલે ખાડાવાળી ક્યૂટ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા પણ ઘણું ભણી છે. તેને ઈંગ્લીશ ઓનર્સ કરવાની સાથે સાથે તેને સાઇકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ ક્રિમિનલ સાઇકોલોજીમાં પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.

સોહા અલી ખાન – અભિનેત્રી સોહા અલી ખાન ઘણું ભણેલી છે. દિલ્હીથી પોતાનો શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સોહા અલી ખાને ઇંગ્લેન્ડના બૈલિયલ કોલેજથી મોડર્ન હિસ્ટ્રીનો અભ્યાસ કર્યો. આ પછી તેમને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાઇન્સથી ઇન્ટરનેશનલ રિલેશનનો અભ્યાસ કર્યો.

અમિષા પટેલ – બોલિવૂડમાં વધુ ભણેલા સિતારાઓની યાદીમાં અમિષા પટેલનું નામ પણ આવે છે. અમીષાએ પોતાની કારકિર્દીની શરૂઆત ઇકોનોમિક એનાલિસ્ટ તરીકે કરી હતી. પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ અમીષાએ બોસ્ટન યુનિવર્સીટીથી બાયો-જિનેટિક એન્જીનિયરિગનો અભ્યાસ કર્યો. બે વર્ષનો અભ્યાસ કર્યા બાદ તે ઇકોનોમિક્સ તરફ વળી ગઈ. એ પછી તેને ટફ્ટસ યુનિવર્સીટીથી ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો અને એમાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યો.

પરિણીતી ચોપરા – બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ અંબાલાથી પોતાનાઓ શાળાનો અભ્યાસ પૂરો કર્યો એ પછી પોતાના આગળના ભણતર માટે ઇંગ્લેન્ડ ચાલી ગઈ. પરિણીતીએ માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલથી બિઝનેસ, ફાઇનાન્સ અને ઇકોનોમિક્સમાં ઓનર્સ કર્યું છે. પરિણીતીએ મ્યુઝિકમાં પણ બીએ ઓનર્સ કર્યું છે.

અમિતાભ બચ્ચન – બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન નૈનીતાલના શેરવૂડ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દિલ્હી યુનિવર્સીટીના કિરોડીમલ કોલેજ ચાલ્યા ગયા અને ત્યાં તેમને સાઇન્સ અને આર્ટ્સમાં આગલો અભ્યાસ કર્યો. બીગ બીને ક્વીન્સલેન્ડ યુનિવર્સીટીથી માનદ પદવી પણ એનાયત કરાઈ છે.

આર માધવન – આર માધવને ઇલેક્ટ્રોનીક્સમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ મહારાષ્ટ્રના બેસ્ટ એનસીસી કેડેટ તરીકે પસંદ કરવામાં આવ્યા. આ પછી માધવનને સાત એનસીસી કેડેટ સાથે ઇંગ્લેન્ડ જવાની તક મળી અને ત્યાં સન્માન તરીકે લંડનની શાહી સેનાની ત્રણે પાંખો (જળ, થલ અને વાયુ)માં ટ્રેનિંગ કરવાની તક મળી.

ઐશ્વર્યા રાય – બોલિવૂડ દીવા અને પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા પોતાની સ્કૂલમાં ટોપર હતી. તેને પોતાની હાયર સેકન્ડરી સ્કૂલમાં 90 ટકા માર્ક્સ લાવ્યા હતા. આ પછી તેને આર્કિટેક્ચરમાં ડિગ્રી માટે એપ્લાય કર્યું હતું. પણ જયારે તેને મિસ વર્લ્ડનો ખિતાબ મળ્યો ત્યારે તેને અભ્યાસ છોડી દીધો કારણ કે બોલિવૂડ હંમેશાથી તેની પ્રાથમિકતા હતી.

સૈફ અલી ખાન – સૈફ અલી ખાને હિમાચલ પ્રદેશના સનાવરની લોરેન્સ સ્કૂલથી અભ્યાસ કર્યો એ પછી તે ઇંગ્લેન્ડના હર્ટફોર્ડશીરની લોકર્સ પાર્ક સ્કૂલમાં દાખલો લીધો. આ પછી તેમને તેમના પિતા જ્યા ભણતા હતા એ વિન્ચેસ્ટર કોલેજમાં અભ્યાસ કર્યો.

રણદીપ હુડા – રણદીપ હુડાએ પોતાનો શાળાનો અભ્યાસ પૂરો કરીને પછી માર્કેટિંગમાં ગ્રેજ્યુએશન કર્યું. એ પછી તેમને ઓસ્ટ્રેલિયા જઈને ત્યાંથી બિઝનેસ મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સમાં માસ્ટર ડિગ્રી લીધી હતી.

શાહરુખ ખાન – શાહરુખ ખાને દિલ્હી યુનિવર્સીટીની હંસરાજ કોલેજમાંથી ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમને પોતાનો શાળાનો અભ્યાસ સેન્ટ કોલુમ્બા સ્કૂલથી કર્યો જ્યા તેમને સવૉર્ડ ઓફ ઑનરનો એવોર્ડ પણ મળ્યો હતો, જે ખૂબ જ સારા વિદ્યાર્થીને કોઈ પણ સ્કૂલ દ્વારા આપવામાં આવતું સૌથી મોટું સન્માન હતું.

વિદ્યા બાલન – બોલિવૂડમાં ઘણા પડકારજનક પાત્રો ભજવનાર અભિનેત્રી વિદ્યા બાળાને સેન્ટ ઝેવિયર્સ કોલેજથી સોશિયોલોજીમાં બેચલર ડિગ્રી લીધી અને પછી તેને મુંબઈની યુનિવર્સીટીમાંથી માસ્ટર્સ ડિગ્રી પણ મેળવી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.