હેલ્થ

બ્લડપ્રેશરની બીમારીથી દુઃખી છો તો આ 4 ઘરેલુ ઉપાયો, તમને મળશે જલ્દી આરામ

હાઈ બ્લડપ્રેશરની સમસ્યા આજકાલના લોકોમાં સામાન્ય થઇ ગઈ છે, દર 10માંથી 7 લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય છે. આજકાલની અનિયમિત જીવનશૈલીને અને જેવા તેવા ખોરાકને કારણે બીપી જેવી ખતરનાક બીમારી પણ સામાન્ય બની ગઈ છે. બ્લડ પ્રેશરને કાબુ કરવા માટે તમે લોકોને ઘણા પ્રકારની દવાઓ ખાતા તો જોયા હશે, પણ આ દવાઓ બ્લડ પ્રેશર સામે રક્ષણ તો આપે છે પણ તેની સાથે સાથે શરીરમાં તેની ખરાબ અસરો પણ થાય છે.

Image Source

તેથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર કરવા માટે આપણે ઘરેલુ ઉપાયો કરવા જોઈએ. આ ઘરેલુ ઉપાયોથી હાઈ બ્લડ પ્રેશર સિવાય બીજી કેટલીક ગંભીર બીમારીઓ પણ દૂર કરે છે અને તેની કોઈ ખરાબ અસર પણ થતી નથી.

આમળા:

Image Source

આમળા ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની બીમારીમાં રાહત તો મળે જ છે પરંતુ તેની સાથે અન્ય બીમારીઓમાં પણ રાહત મળે છે. તમે આમળાનો પાઉડર કરીને અથવા આખા પણ ખાઈ શકો છે. આમળા બીપીની સમસ્યામાં તરત જ રાહત આપે છે. આમળાને મધ સાથે લઇ શકાય છે તેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સરખું થાય છે.

મરી:

Image Source

જો તમને અચાનક બીપી વધી જાય તો તરત જ અડધા ગ્લાસ પાણીમાં મરી પાઉડર મિક્સ કરીને પી જવું તેનાથી તમારું બીપી તરત જ નિયંત્રિત થઇ જશે. મરી માત્ર બ્લડ પ્રેશરની બીમારી જ નહીં પણ બીજી કેટલીક બીમારીઓ પણ દૂર કરે છે. મરીથી પાચનને લગતી કોઈપણ સમસ્યા થતી નથી. આ ઉપરાંત શરીરના કોઈપણ ભાગમાં સોજા આવ્યા હોય તો મરીને પીસીને લગાવવાથી સોજા મટી જાય. દાંતના દુઃખાવો પણ દૂર કરે છે મરી.

લસણ:

Image Source

લસણ ખાવાથી બ્લડ પ્રેશરમાં તો રાહત મળે જ છે તેના સિવાય લસણ ખાવાથી શરીરમાં ઇમ્યુનિટી વધે છે, વાળ અને ત્વચાને પણ તંદુરસ્ત કરવામાં મદદ કરે છે. પરંતુ લસણને રાંધીને ખાવું ન જોઈએ એવું કરવાથી લસણના અમુક પૌષ્ટિક તત્વો ખતમ જાય છે. તેથી લસણને પાણી સાથે ખાવું જોઈએ રાંધીને ન ખાવું જોઈએ.

ડુંગળી:

Image Source

ડુંગળી ખાવાના ફાયદા વિશે તમને ખબર જ હશે, પરંતુ શું તમે જાણો છે કે ડુંગળી ખાવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે. ડુંગળીમાં ક્વેર્સિટિન નામનો ફ્લેવોનોઇડ્સ તત્વ ભરપૂર પ્રમાણમાં મળે છે. તેનાથી રક્ત વાહિકાઓ પાતળી થાય છે. તેથી જ ડુંગળી ખાવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.