હેલ્થ

હાર્ટએટેકને પાણી સાથે છે સીધો સંબંધ, એક્સ્પર્ટ ડોક્ટર્સની સલાહ અને સૂચનો… વાંચો લેખમાં

આજની ફાસ્ટ લાઈફમાં જેમ જેમ લોકોનું કામ વધતું જાય છે એમ લોકોના શોખ પણ વધતા જાય છે અને લાઈફસ્ટાઈલ પણ બદલાતી રહી છે. ફાસ્ટ જીવનમાં ફાસ્ટફૂડ જમવાનું જેના કારણે શરીરમાં અનેક તકલીફો થતી હોય છે આજે એકપણ ઘર એવું નહિ હોય જેમાં કોઈને કોઈ તકલીફ ના હોય. આજે અમે તમને પાણી સંબંધિત એવા રહસ્યો જણાવીશું જેનાથી તમે તમારા અનેક દુખો દુર કરી શકશો.

જો તમે રાત્રે સુતા પહેલા પાણી નથી પીતા તો તમારે હવે શરુ કરવું જોઈએ. તમે જયારે પણ રાત્રે સુવા માટે જાવ ત્યારે એક ગ્લાસ પાણી પીવાનું રાખો અને જયારે પણ રાત્રે ઉઠો ત્યારે પણ એક ગ્લાસ પાણી પીવો. આમ કરવાથી રાત્રે ઊંઘમાં હાર્ટ એટેક આવવાની સંભાવના ઘટી જાય છે. તમે જાણતા નહિ હોવ પણ જરૂરી નથી કે દરેક સમયે હાર્ટ એટેક દરમિયાન હૃદય પાસે દુખે, ઘણીવાર ઊંઘમાં પણ એટેક આવે છે અને રાત્રે કોઈને ખબર પણ પડે નહિ અને જયારે ખબર પડે ત્યારે બહુ મોડું થઇ ગયું હોય.

જો તમને રાત્રે વારંવાર પેશાબ કરવા માટે જવું પડતું હોય તો તેની પાછળ પણ એક કારણ છે. જયારે તમે ઉભા હોવ એટલે કે જાગતા હોવ ત્યારે પાણી આપણા શરીરના નીચેના ભાગમાં જમા થતું હોય છે. પણ જયારે આપણે સુઈ જઈએ છીએ ત્યારે પાણી શરીરમાં સમાંતરે ફેલાય છે અને ત્યારે કીડની પાણીને તમારા શરીરમાંથી બહાર ફેંકે છે. તે કારણે જ રાત્રે વારંવાર પેશાબ કરવા માટે જવું પડતું હોય છે.

એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવી જ હતી.

પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ ડોક્ટરે આપેલી ખુબજ અગત્યની માહિતી મુજબ…

  • જો પાણીને યોગ્ય સમયે અને પ્રમાણમાં પીવામાં આવે તો તે આપણા શરીરમાં ખુબ અસરકારક સાબિત થાય છે.
  • દરરોજ સવારમાં 2 ગ્લાસ પાણી પીવાથી તમારું શરીર અંદરથી સાફ થઇ શકે છે.
  • જો તમારી પાચન શક્તિ નબળી છે તો તમારે રોજ જમવા બેસવાના સમયના 30 મિનીટ પહેલા ફક્ત 1 ગ્લાસ પાણી પીવાનું રહેશે.
  • જે મિત્રોને બ્લડપ્રેશરની તકલીફ છે તેમણે રોજ નહાતા પહેલા 1 ગ્લાસ પાણી પીવું જોઈએ.
  • રાત્રે સુતા પહેલા 1 ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.
  • જો તમને ઊંઘમાં ઘણીવાર નસ ચઢી જાય કે પછી રગ ચઢી જવી એવી તકલીફ થતી હોય તો તમારે રાત્રે પાણી પીને જ સુવું જોઈએ.

અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના 2008ના અંકમાં પ્રસિદ્ધ થયેલ માહિતી પ્રમાણે…

  • સવારે 6 વાગ્યાથી બપોર સુધીમાં હાર્ટએટેક આવવાની સંભાવના વધારે હોય છે. જે પણ લોકોને રાત્રે ઊંઘમાં એટેક આવે છે તેમની સાથે કોઈને કોઈ બનાવ બન્યો હશે, જેના કારણે રાત્રે તેમને એટેક આવે છે.
  • એસ્પીરીન ગોળીની અસર 24 કલાક માટે રહે છે તો તમે જો આવી કોઈ ગોળી ગળવા ઈચ્છો છો તો તમારે એ ગોળી રાત્રે જ ગળવી જોઈએ.
  • એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જૂની થાય છે ત્યારે એમાંથી (સરકો) વિનેગર જેવી વાસ આવે છે.
  • એસ્પીરીન ગોળી હંમેશા તમારે સાથે રાખવી જોઈએ. ગોળી એવા સમય દરમિયાન જીભ પર મુકવાથી તે તરત ઓગળી જાય છે અને તમારો જીવ બચાવી શકે છે.

હાર્ટએટેકના સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાક લક્ષણો છે જેની માહિતી પણ જરૂરી છે જેમ કે હાર્ટએટેક દરમિયાન દરેકને હૃદયમાં દુખાવો થાય એવું જરૂરી નથી. ઘણીવાર દાઢીમાં દુખાવો થવો, પરસેવો થવો ઉલટી અને ઉબકા જેવું પણ થતું હોય છે આ લક્ષણો પણ હાર્ટ એટેકના છે. લગભગ 60 ટકા હાર્ટ એટેક રાત્રે ઊંઘમાં આવતા હોય છે અને તે લોકો સવારે ઉઠી શકતા નથી. પણ અમુકવાર છાતીમાં અસહ્ય દુખાવો થવાથી ઊંઘમાંથી પણ ઉઠી જવાય છે.

Image Source

જો તમને હાર્ટએટેક આવે તો – તાત્કાલિક 2 એસ્પીરીન મોઢામાં મુકી દો અને થોડાક પાણી સાથે તેને ગળી જાવ.
પછી 108ને ફોન કરો, તમારા પડોશી કે સગા જેઓ નજીક રહેતા હોય તેમણે ફોન કરો અને કહો ‘હાર્ટએટેક’ અને એ પણ જણાવો કે તમે 2 એસ્પીરીન લીધી છે. પછી મુખ્ય દરવાજાની સામે સોફા કે ખુરશીમાં બેસો અને તેમના આવવાની રાહ જુઓ – સુઈ જશો નહિ.

હાર્ટએટેક બાદ કસરત કરશે કલ્યાણ…

જો તમને નાનો કે મોટો, હળવો કે ભારે ગમે તેવો એટેક આવ્યો હોય અને તમે હજી સુધી કસરત કરવાની શરૂઆત કરી નથી તો તમારે આજથી જ કસરત કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. જો તમે એમ વિચારો છો કે બધું કામ આરામ આરામથી શાંતિથી કરીશું અને સુતા જ રહીશું તો એ વાત સારી નથી. આના કરતા તમારે કસરત કરવાની શરૂઆત કરી દેવી જોઈએ.

હાર્ટ એટેક પછી જેટલું વહેલા તમે કસરત કરવાની શરૂઆત કરશો એટલું તમારા હૃદય માટે સારું રહેશે. જો તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માંગો છો તો તમારે વહેલામાં વહેલી તકે કસરત શરુ કરવી જોઈએ. યુનિર્વસિટી ઓફ અલબર્ટામાં અભ્‍યાસ કરનાર મુખ્‍ય સંશોધક માર્ક હેકોવસ્‍કીએ કહ્યું છે કે હાર્ટની કામગીરી પર કસરત ખૂબ જ યોગ્‍ય અસર કરે છે. બની શકે તો પ્રયત્ન કરો કે હાર્ટ એટેક આવ્યા પછીના એક જ અઠવાડિયામાં હળવી કસરતથી શરૂઆત કરી દેવી જોઈએ. નિયમિત કસરત કરવાથી હૃદયને બહુ ફાયદા મળે છે.

આજે દેશ અને વિદેશમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. જો તમે આજથી છ મહિના નિયમિત કસરત કરશો તો તેનો ફાયદો તમને અચૂક જોવા મળશે. આજે લોકોની બદલાતી જીવનશૈલી હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે. આજે જે પણ મિત્રો એટેક પછી આરામ કરવામાં માને છે તેમને આજથી જ કસરત કરવી જોઈએ. બની શકે તો હળવી કસરત અને ચાલવાથી શરૂઆત કરી શકો છો. અને પૂરતા પ્રમાણમાં પાણી પીવું એ તમારા શરીર અને હૃદય માટે બહુ ઉપયોગી રહેશે.

સાવચેતી રાખો…

જયારે વ્યક્તિનું શરીર ભરાવદાર હોય અને વજન ઘટાડવા માટે અનેક પ્રયત્ન કર્યા પછી પણ વજન ઘટતું હોય નહિ તો તેવા લોકોએ જીમમાં જવું જોઈએ અથવા તો કોઈ સારા ડાયટીશીયનની મુલાકાત લેવી જોઈએ. પણ જરૂરી નથી કે દરેક મિત્ર વજન ઘટાડવા માટે જીમમાં કે પછી મોંઘી મોંઘી ટ્રીટમેન્ટ કરાવી શકે. તો આવા મિત્રોએ તેમના ભોજનમાં થોડાઘણા બદલાવ લાવીને અને થોડા ઘરગથ્થું ઉપચાર કરીને તેમનું વજન ઘટાડવું જોઈએ. વધારે વજન ઘણીબધી બીમારીઓને આમંત્રણ આપે છે. અને જો તમે ઘરગથ્થું ઉપચારથી વજન ઘટાડશો તો તમને બીજા અનેક ફાયદા મળશે.

દરરોજના ભોજનમાં આ વસ્તુઓ ઉમેરો, હાર્ટએટેક (Heart Attack) રહેશે દુર…

આજે અમે તમને તમારા રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ખોરાકની એવી વસ્તુઓની માહિતી આપીશું કે તમે જાણતા નહિ હોવ, રોજ ઉપયોગમાં લેવાતી એ વસ્તુઓ એ તમને હ્રદય રોગથી બચાવે છે. તો જો તમે હજી સુધી આ વસ્તુઓનો ઉપયોગ નથી શરુ કર્યો તો આજથી જ શરૂઆત કરી દો.

ડુંગળી: થોડું કામ કરીને જો તમને થાક અનુભવાય છે અને ગભરામણ થતી હોય કે પછી શરીરમાં લોહીના પ્રવાહની તકલીફ હોય ડુંગળી ખાવાથી તમારી આ દરેક સમસ્યાનું સમાધાન થઇ જશે. ડુંગળીને તમે રોજ ભોજન સાથે કાચી પણ ખાઈ શકો છો અથવા તો સલાડમાં પણ ઉમેરી શકો.

ટામેટા: તેમાં વિટામીન સી, બીટાકેરોટીન, લાઇકોપીન, વિટામીન અને પોટશિયમ વધારે પ્રમાણમાં હોય છે. આના કારણે હૃદયની બીમારી થવાના ચાન્સ બહુ જ ઘટી જાય છે.

Image Source

દુધી: દુધી એ શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ જાળવી રાખે છે. જો તમને દૂધીનું શાક ના પસંદ હોય તો તમે તેની સ્મુધી જેવું પણ બનાવી શકો છો. દુધીના રસમાં ફુદીનો, તુલસી ઉમેરીને રોજ બે વાર પીવાનું રાખો. આમ કરવાથી તમારા હૃદયની સાથે સાથે શરદી અને ઉધરસમાં પણ ફાયદો થશે.

લસણ: ભોજનમાં તેનો પ્રયોગ કરો. સવારના સમયે ખાલી પેટે બે કળીઓ પાણી સાથે લેવાથી ફાયદો મળે છે.

ગાજર: હ્રદયના ધબકારાને નિયમિત રાખવા માટે તમારે રોજીંદા ભોજનમાં ગાજરનો ઉપયોગ કરવો જોઈએ. તમે તેનો રસ પણ ઉપયોગમાં લઇ શકો છો અથવા તમારા રોજીંદા સલાડમાં પણ તેનો ઉમેરો કરી શકો છો.

હળદર: હળદરના કરક્યુમીન નામના તત્વમાં એવાં ગુણ છે જે હૃદયને પહોળું કરતાં તત્વોનો નાશ કરે છે. હળદરનો નિયમિત ઉપયોગ તમારા હૃદયને સ્વસ્થ રાખે છે અને શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે. જેમને પણ બીપીની તકલીફ હોય તેમના માટે હળદર એ બહુ ઉપયોગી નીવડે છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ કરવા માટે પણ હળદર ઉપયોગી છે. લોહીને જામ થતું અટકાવે છે અને આના કારણે હાર્ટએટેક આવવાની શક્યતા નહીવત થઇ જાય છે.

એલચી: આ થર્મોજેનિક ઔષધિ છે જે પાચનક્રિયા સુધારે છે અને શરીરની ચરબીને બાળવામાં મદદ કરે છે. એલચી પાચનમાં મદદ કરે છે અને શરીરમાં બીજા આહારને પાચન કરવામાં પણ મદદરૂપ બને છે.

Image Source

મીઠા લીમડાનાં પાન: જો તમે રોજના ભોજનમાં દાળ કે કઢીમાં મીઠો લીમડો નથી નાખતા તો આજથી જ વઘારમાં તેનો ઉપયોગ વધારો, તમે ઈચ્છો તો ધાણાની ચટણીમાં પણ તેનો ઉપયોગ કરી શકો. મીઠા લીમડાથી વજન ઘટાડવામાં પણ મદદ થશે. આ પાનમાં ચરબી ઘટાડવા માટેના તત્વો રહેલા છે. જો તમારું વજન વધારે હોય, તો તમારે દરરોજના આહારમાં આઠથી દસ મીઠા લીમડાનાં પાનનું સેવન કરવાથી ફાયદો થશે.

લસણ: લસણ ચરબી ઓછી કરવા માટે સૌથી અસરકારક તત્વ, લસણમાં આવેલું સલ્ફર જે એન્ટી-બેક્ટેરિયાની અસર અને કોલેસ્ટ્રોલ અને વધારાની ચરબીને દૂર કરવામાં મદદ કરે છે.

રાઇનું તેલ: જો તમે ઘરમાં રસોઈ કરો તેમાં રાઈનું તેલ વાપરતા નથી તો તમારે વજન ઘટાડવા માટે રાઈનું તેલ વાપરવું જોઈએ. આ તેલમાં દરેક બીજા તેલ કરતા ઓછી ચરબી આવે છે તેના કારણે જ શરીરમાં ઓછી ચરબી બને છે.

કોબીજ: કાચી અથવા રાંધેલી કોબી શરીરમાં સાકર અને બીજા અન્ય કાર્બોહાઇડ્રેટને ચરબીમાં રૂપાંતર કરતાં અટકાવે છે. જેનાથી કોબી શરીર ઘટાડવા માટે યોગ્ય સાબિત થાય છે.

મગની દાળ: મગની દાળમાં વિટામીન એ, બી, સી અને ઇ તેમજ કેલ્શિયમ, આયર્ન અને પોટેશિયમ જેવાં ખનીજતત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે મિત્રો વજન ઘટાડવા માંગે કે તેમણે મગની દાળ ખાવી જ જોઈએ આ દાળમાં પ્રોટીન અને ફાઈબર હોય છે જેનાથી તમારું પાચનતંત્ર મજબુત બને છે.

Image Source

મધ: મધ સ્થૂળતાનો ઘરગથ્થુ ઇલાજ છે. તે શરીરમાં જમા થતી વધારાની ચરબીને એનર્જી તરીકે ઉપયોગ કરવામાં મદદ કરે છે. દરરોજ સવારે હૂંફાળા પાણી સાથે 10 ગ્રામ અથવા એક ટેબલસ્પૂન મધ લેવાથી ફાયદો થાય છે.

અનાજ: હૃદયને સુરક્ષિત કરવા અને વજનને કંટ્રોલ રાખવા માટે તમારે અનાજ ખાવા જોઈએ. બાજરા, રાગી અને જુવાર વગેરે જેવા અનાજને નિયમિત ખોરાકમાં સામેલ કરવા જોઈએ.

તજ અને લવિંગ: જો તમે તેજાના તજ અને લવિંગનો ઉપયોગ નથી કરતા તો તેનો પણ ઉપયોગ કરો. ડાયાબીટીસના દર્દીઓ માટે તજ અને લવિંગ બહુ ફાયદાકારક છે.

લાલ મરચાંની ભુકીના ઉપયોગથી તમે એક મિનિટમાં હાર્ટએટેકથી બચી શકો છો.

તમને વિશ્વાસ ન થાય પણ વાત સાચી છે, કેવળ એક ચમચી મરચાની ભૂકી અને બસ એક જ મિનિટ, હાર્ટએટેકના દર્દીને આ કેની ટીની સારવાર થકી બચાવી શકાશે.

જરૂરી નથી કે હાર્ટએટેક એક ઉમર પછી જ આવે આજકાલની ફાસ્ટ લાઈફમાં નાની ઉંમરે પણ હાર્ટએટેક આવવાની સંભાવના વધી ગઈ છે. ક્યારેક હાર્ટએટેક એટલો તીવ્ર હોય છે કે દર્દીને દવાખાને કે પછી કોઈ સારવાર મળતા પહેલા જ દર્દી દુખાવો સહન કરી શકતો નથી અને દર્દીનું મૃત્યુ થઇ જાય છે. આજે જાણો ફક્ત એક મીનીટમાં કેવી રીતે થઇ શકશે સારવાર.

Image Source

જો હાર્ટએટેક આવે અને દવાખાને પહોચવામાં સમય હોય અને દર્દી ભાનમાં હોય ત્યારે તમારે આ ઉપાય કરવાનો રહેશે. આ ઉપાય દરમિયાન તમારે પાણીમાં લાલ મરચાંની ભૂકી નાખીને ઉકાળવાનું છે અને ત્યારબાદ એ પાણી એ દર્દીને પીવડાવવાનું રહેશે આમ કરવાથી દર્દીને થોડી રાહત થશે અને દવાખાને પહોચતા સુધીમાં કોઈ અણબનાવ બનશે નહિ. આ પાણીને કેની ટી કહેવામાં આવે છે.

હવે વિચારવાની વાત એ છે કે આ તો વાત થઇ જયારે દર્દી ભાનમાં હોય પણ જો દર્દી બેભાન થઇ ગયો હોય અને દવાખાને પહોચવામાં વાર હોય તો તમે શું કરશો? આવા સમયમાં તમારે દર્દીના મોઢામાં આ મરચાવાળી ચાના થોડા ટીપા નાખવાના રહેશે. આ ચાને તમારે 90 હજાર હિટ યુનિટ પર બનાવવી જોઇએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks