કારેલાનું શાક ખાવું દરેકને પસંદ નથી હોતું છતાં પણ ઘણા લોકો સામેથી કારેલા ખાવા માટેનું કહે છે. ખાસ કરીને આપણા મમ્મી પપ્પા અને દાદા દાદી. કારણ કે તેમને ખબર છે કે કારેલા કેટલા ગુણકારી છે, આજની પેઢી હજુ કારેલાના ગુણોથી અજાણ છે. પરંતુ તે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.

કારેલાની અંદર એન્ટિબાયોટિક અને એન્ટીવાયરલ ગુણો ભરપૂર રહેલા છે. તેમાં વિટામિન સી અને વિટામિન એ પણ મળી આવે છે. વિટામિન સી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તો વિટામિન એ આંખોની રોશની બનાવી રાખવાનું કામ કરે છે. આજે આપણે જોઈએ કારેલા બીજી કઈ કઈ બીમારીઓથી આપણને દૂર રાખે છે.

1. સાંધાના દુઃખાવામાં આપશે આરામ:
કારેલાનું સેવન એ લોકો માટે ખાસ ચમત્કારિક છે જે લોકોને સાંધાનો દુઃખાવો રહેતો હોય. ખાસ કરીને ઘૂંટણના દુઃખાવાથી જે લોકો હેરાન થતા હોય. તેના સેવનથી તમને જલ્દી જ આ સમસ્યાથી છુટકારો મળે છે.

2. વાગેવા અને ઘા ઉપર અસરદાર:
તમને ક્યાંય વાગ્યું છે અને તેના ઘાના કારણે અસહ્ય દુઃખાવો પણ થઇ રહ્યો છે તો આ સમસ્યમાં કારેલા તમારા માટે સૌથી શ્રેષ્ઠ છે. તેનું નિયમિત સેવન કરવું જોઈએ. તેનાથી ઘા જલ્દી ભરાઈ જાય છે, દુઃખાવામાં પણ રાહત મળે છે અને ઈંફેક્શનનો ખતરો પણ નથી રહેતો.

3. પેટની સમસ્યામાં આપશે રાહત:
કારેલાનું સેવન પેટ માટે ખુબ જ ફાયદાકારક છે. કારેલાનું નિયમિત સેવન કરવાથી વારંમવાર પેટ ખરાબ થવું, આફરો ચઢવો, ગેસ, એસીડીટી, ખાટા ઓડકાર, પેટમાં કૃમિ પડવા જેવી સમસ્યામાંથી કાયમી છુટકારો મળે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.