‘મારા દુશ્મને બદનામ કરી, પણ મારી મોત બાદ…’ મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ આ શું કહ્યુ…

હસીન જહાંએ ફરી કર્યો મોહમ્મદ શમી પર એટેક ? ભારતની હાર બાદ નીકાળી ભડાસ, બોલી- મારા દુશ્મને મને…

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Hasin Jahan Statement on Mohammed Shami: મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં સતત સમાચારોમાં રહેતી હોય છે. તેણે હાલમાં જ એક ઈન્ટરવ્યુ દ્વારા ઘણી હેડલાઈન્સ બનાવી હતી. જો કે આને લઇને લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી. હસીન જહાં ઘણીવાર ટ્રોલિંગનો શિકાર બનતી રહે છે. વર્લ્ડ કપમાં શમીના શાનદાર પ્રદર્શન બાદ ચાહકોએ હસીન જહાંને આડે હાથ લીધી હતી.

ભારતીય ફાસ્ટ બોલરની પત્નીએ ટ્રોલર્સને આપ્યો જવાબ 

ત્યારે હવે ભારતીય ફાસ્ટ બોલરની પત્નીએ ટ્રોલર્સને જવાબ આપ્યો છે. મોહમ્મદ શમીથી અલગ થયેલી હસીન જહાંએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, “મારા દુશ્મને મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. હવે મૂર્ખને કોણ સમજાવે, હું એટલી પ્રખ્યાત થઈ ગઇ છું કે મારા મોત પછી પણ લોકો મને યાદ કરશે. આ પોસ્ટમાં તેણે હસવાનું ઈમોજી પણ મૂક્યુ હતુ.

‘મારા દુશ્મને મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો’

જણાવી દઈએ કે મોહમ્મદ શમીએ હસીન જહાં સાથે 2014માં લગ્ન કર્યા હતા. પરંતુ 2018માં હસીન જહાંએ ભારતીય ફાસ્ટ બોલર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા, જેમાં ઘરેલુ હિંસા પણ સામેલ હતી. શમી અને હસીન એક પુત્રીના માતા-પિતા છે. હસીન જહાંએ વર્લ્ડ કપ વચ્ચે આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે શમી જેટલો સારો ખેલાડી છે, હું ઈચ્છું છું કે તે એક સારો વ્યક્તિ, પતિ અને પિતા પણ હોય. મોહમ્મદ શમી વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો.

શમીની બોલિંગ એવરેજ ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ રહી

તેણે 7 મેચમાં 10.71ની શાનદાર એવરેજથી 24 વિકેટ લીધી અને શમીની બોલિંગ એવરેજ ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ રહી. આ સિવાય ટૂર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ બોલિંગ ફિગરનો રેકોર્ડ પણ શમીએ પોતાના નામે કર્યો. ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં તેણે 57 રન આપી 7 વિકેટ ઝડપી હતી. એટલું જ નહીં, તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 3 વખત પાંચ વિકેટ ઝડપી હતી અને તેનો બોલિંગ સ્ટ્રાઈક રેટ 12.21 શ્રેષ્ઠ હતો.

 

View this post on Instagram

 

A post shared by Haseen Jahan (@hasinjahanofficial)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina