બૉલીવુડની અભિનેત્રીઓ કરતા જરા પણ કમ નથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આ ખેલાડી, તસવીરો જોઈને તમે પણ હક્કા બક્કા રહી જશો

બોલીવુડની અભિનેત્રીઓનો તો ઘણો મોટો ચાહક વર્ગ છે, તેઓ હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે. તો ભારતીય ટીમના ખેલાડીઓ પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ આજે અમે તમને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની એ ખેલાડી વિશે જણાવીશું જે મેદાન ઉપર તો પોતાની રમતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી અને દર્શકોના દિલ જીતે જ છે સાથે સાથે તેમની સુંદરતાથી પણ ચાહકોનું મન મોહી લે છે. આ ખેલાડી કોઈ અભિનેત્રીઓ કરતા જરા પણ કમ નથી. તેનું નામ છે હરલીન દેઓલ.

હરલીને હાલમાં જ એક કેચ પકડ્યો જેના કારણે તે દુનિયાભરમાં પ્રખ્યાત બની ગઈ. તેને ઈંગ્લેંડ સામેની પહેલી ટી-20 મેચની અંદર ખુબ જ શાનદાર કેચ પકડ્યો, અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગયો.

હરલીન દેઓલ ભારતીય મહિલા ટીમની સુપરવુમન તરીકે ઓળખાય છે. સચિન તેંડુલકરથી લઈને પ્રધાનમંત્રી મોદી પણ તેની પ્રતિભાના કાયલ છે. તે ભારતીય ક્રિકેટની બ્યુટી ક્વિન પણ છે. તે તેના દેખાવ અને સુંદરતામાં બોલીવુડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. તે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો તેમજ વીડિયો પણ શેર કરતી રહે છે.

હરલીન દેઓલ 8 વર્ષની હતી ત્યારથી જ તેને ક્રિકેટ રમવા માટેનું ઝુનુન હતું. જો કે તે સમયે તેની પાસે રમવા માટે કોઈ નહોતું. જેના કારણે તે પોતાના ભાઈ અને ફળિયાના છોકરાઓ સાથે જ ક્રિકેટ રમતી હતી. ધીમે ધીમે તેના ઘરના લોકોને પણ ખબર પડી ગઈ કે તેમની દીકરી ક્રિકેટર બનીને જ ખુશ રહી શકશે.

હરલીન જયારે 13 વર્ષની થઇ ત્યારે તેના પરિવાર વાળાએ તેને ક્રિકેટ એકેડમી મોકલવા લાગ્યા. હરલીને પ્રોફેશનલ ટ્રેનિંગની શરૂઆત હિમાચલમાંથી કરી. 21 જૂન 1998ના રોજ ચંદીગઢમાં જન્મેલી હરલીન ઘરેલુ ક્રિકેટમાં હિમાચલ પ્રદેશ વુમન ટીમ તરફથી રમતી હતી. તે ચંદીગઢમાંથી ભારતીય ક્રિકેટ ટીમની અંદર જગ્યા બનાવનાર બીજી મહિલા છે.

હરલીને 22 ફેબ્રુઆરી 2019માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલ ઇંગ્લેન્ડ વિરુદ્ધની વન-ડે મેચથી પોતાના આંતરરાષ્ટ્રીય કેરિયરની શરૂઆત કરી હતી. તેને 4 માર્ચ 2019ના રોજ ટી 20 ઇન્ટરનેશનલમાં ડેબ્યુ કર્યું. હરલીન બાળપણમાં ક્રિકેટ ઉપરાંત હોકી, ફૂટબોલ અને બાસ્કેટબોલ પણ રમતી હતી.

તે પોતાની સ્કૂલમાં બેસ્ટ એથ્લીટ પણ રહી ચુકી છે. ટી 20 ઇન્ટરનેશનલમાં તે પોતાની ગુગલીથી બેટ્સમેનોને પેવેલિયન પણ મોકલી ચુકી છે. હરલીન રમતની સાથે સાથે ભણવામાં પણ ખુબ જ સારી રહી ચુકી છે. તે 10માં અને 12મણિ બોર્ડની પરીક્ષામાં 80%થી પણ વધારે અંક લાવી છે.

Niraj Patel