ખબર જીવનશૈલી દિલધડક સ્ટોરી

જરૂર વાંચો આ રિક્ષાચાલક વિષે જે અત્યારે 100 કરોડની કંપનીનો માલિક બની ગયો છે.

એક રીક્ષાવાળાએ બદલી પોતાની જીંદગી અને બની ગયો કરોડપતિ, આ કહાની તમને જરૂર કંઈક શીખડાવશે…

હરિકિશન પીપલ દલિત સમાજમાંથી આગળ આવેલ વ્યક્તિ છે. જેણે ક્રૂર સામાજીત વિષમતાઓ, ગરીબી અને ઉત્પીડનનો સામનો કરીને પોતાનું સ્થાન બનાવ્યું છે. ક્યારેક રિક્શા ચલાવીને જીંદગીની ગાડી ખેંચનાર હરિકિશન આજે એક મોટા બિઝનેસમેન છે.

હરિકિશન પીપલના જીવનની સ્ટોરી દલિત સમાજમાં સફળતાની એક અનોખી કહાની છે. જે એક શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડે છે. તે શુ-એક્સપોર્ટર છે, તેમની હોસ્પિટ્લ્સ છે તથા ઘણા ઓટોમોબાઇલના શો રુમ છે. તેમનો સંપૂર્ણ બિઝનેસ 100 કરોડનો છે.

એક સમયે રિક્ષા ચલાવનાર, આજે 100 કરોડનો છે બિઝનેસ: હરકિશનનું કહેવું છે કે, `પિતાની એક નાની જૂતાની ફેક્ટરી હતી, તે તેમની તબિયત ખરાબ હોવાને કારણે બંધ થઈ ગઈ હતી. તે પરિવારના ખર્ચ પૂરા કરવા માટે રાત્રે રિક્ષા ચલાવતા હતા. જીવન ખૂબ જ મુશ્કેલ હતું અને દલિત હોવાના કારણે પણ મોટો સંઘર્ષ કરવો પડતો હતો. ભણવાનું ઇચ્છતો હતો, પરંતુ ફક્ત 12માં ભણતો ત્યારે જ લગ્ન થઇ ગયા અને પરિવારનો ખર્ચ વધ્યો ત્યારે તેણે સસરાની એક નાની દુકાનમાં કામ કર્યું.’

લોન માટે બેંકોએ ખુબ જ તરસાવ્યો
હરિકિશને જણાવ્યું કે, `દલિત હોવાના કારણે જીવનની પરીક્ષા વધતી જતી હતી. સમાજમાં તેમને નીચી નજરથી જોવામાં આવતા હતા. તે 15 હજારની લોન લેવા માટે બેંકોના ધક્કા ખાતા હતા. તેમની પર કોઇ વિશ્વાસ રાખતું ન હતું. વર્ષ 1975માં હરિકિશન પીપલના પત્ની ગીતાએ સલાહ આપી કે પંજાબ નેશનલ બેંકમાં લોનનું આવેદન ભરો, તેનાથી વારસાનો જે વ્યવસાય છે તે જ ફરી શરુ કરી શકાય.’

બેંકે 15 હજારની લોન પાસ કરી દીધી. અમુક ઘરેલુ સમસ્યાઓના કારણે પૈસા જતા હોય તેવું લાગ્યું ત્યારે પત્નીએ હરિકિશનને લોનની રકમ પાછી કરવાનું કહ્યું પરંતુ હરિકિશનના ઇરાદા મજબૂત હતા. ઘણી મુશ્કેલી જોયા બાદ પણ તેમણે લોનના પૈસા પાછા ન કર્યા. તેમણે વારસામાં મળેલું ઘર છોડીને આગ્રાના ગાંધી નગરમાં એક રુમ ભાડે રાખીને ત્યાં પોતાના કારખાનું શરુ કર્યું.

હરિકિશને કામયાબીનો રસ્તો પકડી લીધો હતો, પરંતુ મુશ્કેલીઓ ખતમ થવાનું નામ જ લેતી ન હતી. 80ના દસક સુધી અંતિમ વર્ષોમાં પૂર્વી યુરોપમાં મોટા રાજનૈતિક પરિવર્તન થયુ હતુ. કમ્યુનિસ્ટ દેશોમાં સોલિયત રુસ ટૂટી ગયું અને પૂર્વી તથા પશ્ચિમી જર્મની એક થઇ ગયું. તેની અસર પગરખાના બિઝનેસ પર થઇ હતી. કારણ કે તેનો સૌથી વધુ વ્યાપાર નિયાતથી થતો હતો.

હરિકિશનનો બિઝનેસમાં ખોટ થવા લાગી. હરિકિશન ઝડપથી સમજી ગયા કે પગરખાના બિઝનેસના સહારો લઇને નામના મળેવી નહીં શકે અને તેને અહેસાસ થયો કે બીજા વ્યસાય કરતાં જીવનની ગાડી આગળ વધશે.

તકલીફોની વચ્ચે હરિકિશને રેસ્ટોરન્ટનું બિઝનેસ શરુ કર્યો, જો કે આ બિઝનેસ તો સારો ચાલી રહ્યો હતો. ત્યાર બાદ મેરેજ હોલ નો બિઝનેસ શરુ કર્યો આ બિઝનેસ સારો ચાલી રહ્યો ન હતો. ત્યારે બે ડોક્ટર હરિકિશન પાસે આવ્યા અને તેમને મેરેજ હોલની જમીન પર હોસ્પિટલ ખોલવાનો પ્રસ્તાવ મુક્યો હતો. હરિકિશન તેમને ટાળયા કરતા હતા પરંતુ તે ન માન્યા ત્યાર બાદ હરિકિશન અને ડોક્ટરે બંનેએ નક્કી કર્યું કે હોસ્પિટલના નફા માંથી જે કંઇ પણ મળશે તેમાંથી તેમને 50-50 ટકા મળશે.

બાબા સાહેબ મારા માટે ભગવાન થી વધારે છે.
હરિકિશનનું કહેવું છે કે,` બાબા સાહેબ મારા માટે ભગવાનથી વધારે છે. તે દરેક મુશ્કેલીમાં મારી પ્રેરણા બની રહ્યા છે. સંઘર્ષ દરમિયાન પણ તે કઇક કરી શકવાનો વિચાર કરી શકે તો હું કેમ નહીં? જાતિ એક માનસિકતા છે અને અત્યારે પણ સમાજમાંથી ગઇ નથી. ઘણા પ્રકારની ઘટનાઓ ઘટે થે દે અહેસાસ કરાવે છે કે હું દલીત છું.’