ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા આ વર્ષે સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ થયો છે, ક્યારેક પર્સનલ લાઇફને લઇને તો ક્યારેક ક્રિકેટ કરિયરને લઇને…હાર્દિક એકવાર ફરી ટ્રોલર્સના નિશાના પર છે. સાઉથ આફ્રિકા વિરૂદ્ધ બીજી ટી20માં હાર્દિકે જે રીતે તેવર બતાવ્યા તે રીતની બલ્લેબાજી ના કરી શક્યો. આ કારણે તે ટ્રોલ થઇ રહ્યો છે. ભારતીય ટીમે બીજી ટી20 મેચમાં બલ્લેબાજી કરતા 124 રન બનાવ્યા હતા.
છેલ્લી ઓવર્સમાં જ્યારે ટીમને તાબડતોડ બલ્લેબાજીની જરૂરત હતી ત્યારે ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફ્લોપ અને અર્શદીપ સિંહ સ્ટ્રાઇક પર હતા. 19મી ઓવરમાં બોલિંગ ગેરાલ્ડ કોએત્ઝીને આપવામાં આવી હતી. અર્શદીપ સિંહ પ્રથમ બોલ પર એક પણ રન લઈ શક્યો નહિ, બીજા છેડે ઉભેલો હાર્દિક સ્ટ્રાઇક પર આવવા આતુર હતો.
આ પછી આગામી બોલ પર અર્શદીપ સિંહે બેકવર્ડ પોઈન્ટ પર બોલ રમ્યો અને સિંગલ લીધો. હાર્દિકે સ્ટ્રાઈક પર આવતાની સાથે જ કહ્યું, ‘હવે ત્યાંથી જ મજા લે.’ હાર્દિકનો સંકેત સ્પષ્ટ હતો કે હવે તે તોફાની સ્ટાઈલમાં રમશે અને અર્શદીપે સિંગલ્સની ચિંતા કરવાની જરૂર નથી. જો કે, પછી જે બન્યું તેની કોઇને અપેક્ષા નહોતી.
હાર્દિક પંડ્યાએ 19મી ઓવરના દરેક બોલ પર પોતાનું બેટ ફેરવ્યું પણ તે શોટ રમી શક્યો નહીં અને આ ઓવરમાં માત્ર 2 રન આવ્યા. હાર્દિકે ઓવરના છેલ્લા બોલ પર સિંગલ લઈને સ્ટ્રાઈક પોતાની સાથે રાખી. છેલ્લી ઓવરના પાંચ બોલમાં માત્ર બે રન જ આવ્યા. આખરે, હાર્દિક પંડ્યાએ મેચના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. હાર્દિકે જે વલણ બતાવ્યું તે પ્રમાણે બેટિંગ કરી શક્યો નહીં, જેને કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.