ડિજિટલ ઇન્ડિયાની નવી ક્રાંતિ- મોબાઇલ પર થયેલી અનોખી સગાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ…

કોરોના મહામારીએ માનવ જીવનને ઝડપથી બદલી નાખ્યું છે. હવે દરેક કામ ઓનલાઇન કરવાનો ટ્રેન્ડ આવી ગયો છે. નોકરીયાત લોકો પોતાના કામના દબાણમાં એટલા વ્યસ્ત છે કે તેઓ દરેક શોર્ટકટ માટે તૈયાર છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલનું ઓનલાઇન સગપણ થતું જોવા મળે છે.


આ વીડિયોમાં કન્યા તો ભૌતિક રીતે હાજર છે, પણ વર સ્થળ પર પહોંચી શક્યો નથી. ત્યારબાદ સગપણ માટે જે પદ્ધતિ અપનાવવામાં આવી તે આશ્ચર્યચકિત કરી દેશે. navvarababu_ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં એક યુવતી ખુરશી પર બેઠેલી જોવા મળે છે. તેના કપાળ પર તિલક લગાવવામાં આવ્યું છે અને ખોળામાં ઘણા પૈસા જોઈ શકાય છે.આ યુવતીની ઓળી નાખવાની વિધિ પણ કરવામાં આવી હોય તેવું લાગે છે. સામાન્ય રીતે ઓળી નાખવાથી સંબંધ પાક્કો થયો માનવામાં આવે છે.


સૌથી આશ્ચર્યજનક ક્ષણ ત્યારે આવે છે જ્યારે મોબાઇલનો કેમેરો બીજી ખુરશી તરફ જાય છે. અહીં એક યુવકની નાની ફ્રેમ કરેલી તસવીર મૂકવામાં આવી છે અને તેની આસપાસ નોટોનો ઢગલો પણ જોવા મળે છે. કદાચ આ પૈસા ન્યોછાવર કે દહેજના હોઈ શકે છે. યુઝરે આ ક્લિપ શેર કરતી વખતે તેને ‘ડિજિટલ ઇન્ડિયા’ કેપ્શન આપ્યું છે.navvarababu_ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 15 દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધીમાં ઘણીબધી લાઇક્સ મળી  છે. લોકોએ તેના પર જોરદાર પ્રતિક્રિયા આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Navvara babu (@navvarababu_)

Swt