ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે શાનદાર ફિલ્મો આપી છે, પણ તેમના લવ અફેર્સની વાતો હંમેશા ચર્ચાનો વિષય રહી છે. ઝીનત અમાનથી લઈને રેખા અને સુષ્મિતા સેન સુધી ઘણી એવી એક્ટ્રેસ છે જેમની લવ લાઇફ ચર્ચામાં રહી છે. આજે અમે તમને એવી જ એક ખૂબસુરત હસીના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે 43 વર્ષની થઈ ગઈ છે, પરંતુ હજુ પણ કુંવારી છે. તેનું નામ સુપરસ્ટારથી લઈને ક્રિકેટર અને બિઝનેસમેન સુધી ઘણા સાથે જોડાઇ ચૂક્યુ છે, પરંતુ તેણે હજી લગ્ન નથી કર્યા અને તે કરોડોની માલકિન છે.
તમે ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ વિશે જાણતા હશો, જેઓ 40 વર્ષની ઉંમર વટાવીને પણ સિંગલ છે. જો કે, તેમના પ્રેમ સંબંધોની ચર્ચા હંમેશા હેડલાઇન્સમાં રહે છે. આજે અમે એવી જ એક અભિનેત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે હાલમાં જ પોતાનો 43મો જન્મદિવસ ઉજવ્યો. તેનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. એટલું જ નહીં, આ અભિનેત્રીએ ઘણી હિટ ફિલ્મોમાં મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે અને તેનું નામ ઘણા સાથે જોડાયું, પરંતુ તેમ છતાં આ અભિનેત્રી હજી પણ કુંવારી છે, અને એકલી જ કરોડોની માલકિન છે.
આ 43 વર્ષની અભિનેત્રીનું નામ ઘણા સુપરસ્ટાર, ક્રિકેટરો અને બિઝનેસમેન સાથે જોડાયુ પણ તેની લવ લાઈફ અને અફેર હંમેશા રહસ્ય જ રહ્યું. અભિનેત્રી ક્યારે અને કોને ડેટ કરી રહી હતી તે તેના ચાહકો ક્યારેય જાણી ન શક્યા. આ અભિનેત્રીનું નામ છે અનુષ્કા શેટ્ટી. જી હા, અહીં અમે વાત કરી રહ્યા છીએ અનુષ્કા શેટ્ટીની, જેણે 7 નવેમ્બરે જ પોતાનો 43મો જન્મદિવસ ઉજવ્યો. અનુષ્કાનું અસલી નામ સ્વીટી શેટ્ટી છે, પણ તેણે ફિલ્મોમાં આવવા માટે નામ બદલીને અનુષ્કા શેટ્ટી રાખ્યું હતુ.
અનુષ્કાનો જન્મ 7 નવેમ્બર 1981ના રોજ કર્ણાટકના મેંગલોરમાં થયો હતો. તેણે માઉન્ટ કાર્મેલ કોલેજ, બેંગ્લોરમાંથી કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં ગ્રેજ્યુએશન કર્યું. એક્ટિંગમાં કરિયર બનાવતા પહેલા તે યોગ શીખવતી હતી. તેણે પોતાના કરિયરની શરૂઆત 2005માં આવેલી ફિલ્મ ‘સુપર’થી કરી હતી. આ પછી અનુષ્કાએ ‘લક્ષ્યમ’ અને ‘શૌર્યમ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તેને ડાર્ક ફૈંટેસી ફિલ્મ ‘અરુંધતી’માં ડબલ રોલ કરવાનો મોકો મળ્યો અને લોકોએ તેનું પાત્ર ખૂબ પસંદ કર્યું.
જો કે, તેની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ એસએસ રાજામૌલીની ‘બાહુબલી’ હતી, જેમાં તેણે ‘દેવસેના’નું પાત્ર ભજવ્યું હતું. તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે. તેને ઈન્ડસ્ટ્રીની ક્વીન પણ કહેવામાં આવે છે. તેનું નામ ઘણા કો-સ્ટાર્સ, ક્રિકેટર્સ અને બિઝનેસમેન સાથે જોડાયુ છે. અનુષ્કાનું નામ પ્રભાસ, નાગા ચૈતન્ય, કૃષ જગરલામુડી, ગોપીચંદ, ક્રિકેટર રાહુલ દ્રવિડ અને બે બિઝનેસમેન સાથે જોડાયું હતું. જો કે, અભિનેત્રીએ ક્યારેય આ સંબંધોની પુષ્ટિ કરી નથી. પ્રભાસ સાથેના તેના સંબંધોની લાંબા સમયથી મીડિયામાં ચર્ચા હતી.
એટલું જ નહીં તેમના લગ્નની અફવાઓ પણ ઉડવા લાગી હતી. અભિનેત્રીએ એક વખત રાહુલ દ્રવિડને પોતાનો ક્રશ ગણાવ્યો હતો, ત્યારબાદ લોકોએ સોશિયલ મીડિયા પર તેનું નામ ક્રિકેટર સાથે જોડવાનું શરૂ કર્યું હતું. 43 વર્ષની ઉંમરે ઘણા અફેર્સની અફવાઓ હોવા છતાં તે હજી પણ સિંગલ છે. અનુષ્કા શેટ્ટી 19 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. તેણે અત્યાર સુધીમાં 50થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તે ઈન્ડસ્ટ્રીની મોંઘી અભિનેત્રીઓમાંની એક છે, જે એક ફિલ્મ માટે સારી ફી વસૂલે છે.
રિપોર્ટ્સ અનુસાર, તે એક ફિલ્મ માટે 4 થી 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. વર્ષ 2022 સુધીમાં તેની કુલ સંપત્તિ 110 થી 120 કરોડ રૂપિયાની વચ્ચે હતી. તેની પાસે BMW અને Audi Q5 જેવી લક્ઝરી કાર પણ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ કૃષ જગરલામુડીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘ઘાટી’માં જોવા મળશે. તેના જન્મદિવસ પર તેનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું.