કંગના રનૌતની નજીકના આ વ્યક્તિનું થયું નિધન, થોડા દિવસો પહેલા જ આવ્યો હતો બ્રેઇન સ્ટોક…અભિનેત્રી આઘાતમાં

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતના નાની ઈન્દ્રાણી ઠાકુરનું નિધન થયું છે. આ દુ:ખદ ઘટનાથી તેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેની નાની 100 વર્ષથી વધુ ઉંમરની હતી. તાજેતરમાં જ તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. દુઃખ વ્યક્ત કરતા કંગનાએ તેની નાની સાથેની તસવીરો પણ શેર કરી છે. તેણે જણાવ્યું કે તે કેટલી હિંમતવાન મહિલા છે. કંગનાએ જણાવ્યું કે શુક્રવારે રાત્રે તેની નાનીનું નિધન થયું હતું. અભિનેત્રીએ નાની સાથેના ફોટો પોસ્ટ કર્યા અને ઈમોશનલ નોટ પણ લખી.

એક્ટ્રેસના ફેન્સને એ જરૂરથી ખબર હશે કે તે તેની નાનીની ખૂબ જ નજીક હતી. કંગનાએ તસવીરો શેર કરતા લખ્યું કે, ‘ગઈ રાત્રે મારી નાની ઈન્દ્રાણી ઠાકુરનું નિધન થયું છે. સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ છે. કૃપા કરીને તેમના માટે પ્રાર્થના કરો. મારી નાની એક અસાધારણ મહિલા હતી, તેમને 5 બાળકો હતા. નાના પાસે મર્યાદિત સંસાધનો હતા, તેમ છતાં તેમણે તેમના તમામ બાળકોને સારી સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ આપ્યું.

તેમનો આગ્રહ હતો કે તેમની પરિણીત દીકરીઓએ પણ નોકરી કરવી જોઈએ અને તેમની કારકિર્દી બનાવવી જોઈએ. તેમની દીકરીઓને સરકારી નોકરી મળી, જે તે સમયે ખૂબ જ મુશ્કેલ બાબત હતી. તેમના તમામ 5 બાળકોની પોતાની કારકિર્દી હતી, તેમને બાળકોની કારકિર્દી પર ખૂબ ગર્વ હતો. કંગનીએ આગળ લખ્યું – અમે અમારી નાનીના ખૂબ આભારી છીએ. મારી નાની 5 ફૂટ 8 ઇંચ ઉંચી હતી, જે પહાડી મહિલા માટે ખૂબ જ દુર્લભ છે.

મને તેમની ઊંચાઈ, તેનું સ્વાસ્થ્ય અને ચયાપચય વારસામાં મળ્યું છે. મારી નાની એટલી સ્વસ્થ અને જીવંત હતી કે 100 વર્ષથી વધુ ઉંમરના હોવા છતાં પોતાનું કામ જાતે કરતા હતા. કંગનાએ આગળ લખ્યું- થોડા દિવસો પહેલા જ નાની પોતાનો રૂમ સાફ કરી રહી હતી અને પછી તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો. તે અચાનક પથારી પર આવી ગયા, જે તેમના માટે ખૂબ જ પીડાદાયક હતું.

તેમણે અદ્ભુત જીવન જીવ્યું અને દરેક માટે પ્રેરણા બની. તે હંમેશા અમારા ડીએનએ અને અમારી શક્લ-ઓ-સૂરતમાં રહેશે. તે હંમેશા યાદ રહેશે. વર્કફ્રન્ટની વાત કરીએ તો કંગનાની ફિલ્મ ઈમરજન્સી ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. અભિનેત્રી ટૂંક સમયમાં આ વિવાદાસ્પદ ફિલ્મની અંતિમ રિલીઝ તારીખ જાહેર કરશે. તાજેતરમાં જ તેણે કહ્યું હતું કે તેને સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે.

Shah Jina