બોલિવૂડની જાણીતી અભિનેત્રી કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવાર નવાર તે કોઈને કોઈ ફોટો શેર કરી ઈન્સ્ટાગ્રામ પર લાઇમલાઇટ લૂંટતી હોય છે. સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઈંગ પણ છે. બેબોની ગણતરી બોલિવૂડની ફેશનેબલ અભિનેત્રીઓમાં થાય છે.
તાજેતરમાં જ કરીના તેના પતિ સૈફ અલી ખાન અને પુત્રો તૈમુર અલી ખાન તેમજ જેહ અલી ખાન સાથે માલદીવની રજાઓથી પરત આવી છે. માલદીવથી પરત ફર્યા બાદ, કરીના કપૂર સોશિયલ મીડિયા પર હોટ તસવીરો શેર કરી રહી છે. કરીનાએ આ વખતે તેની કેટલીક તસવીરો શેર કરી ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી દીધી છે.
વાસ્તવમાં શેર કરેલ તસવીરોમાં કરીના સ્ટ્રેપલેસ બિકીનીમાં જોવા મળી રહી છે જ્યારે એક તસવીરમાં સૈફ અલી ખાન પણ શર્ટલેસમાં આગ લગાવતો જોવા મળી રહ્યો છે.કરીના 44 વર્ષની થઈ ગઈ છે પરંતુ તે આજે પણ તે તસવીરો અને વીડિયો શેર કરીને લોકોને ઈન્ટરનેટ પર દિવાના બનાવે છે.
પટૌડી પરિવારની વહુ અને પુત્રનો સ્વેગ જોઈને તો લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે.કરીનાએ ફોટોઝ શેર કરતી વખતે લખ્યું- શનિવારની સેલ્ફી… તસવીરો જોઇને લાગી રહ્યુ છે કે કરીનાએ બીચ પર ખૂબ એન્જોય કર્યું. તસવીરોમાં કરીનાએ તેનો નો મેકઅપ લુક પણ બતાવ્યો.
44 વર્ષની ઉંમરે પણ કરીના ફિટ અને ખૂબસૂરત છે. કરીનાએ સ્ટ્રેપલેસ યલો બિકીનીમાં સેલ્ફી લીધી હતી. આ સિવાય ઓરેન્જ બિકીનીમાં પણ કરીના એકદમ કિલર લાગી રહી હતી.વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના સિંઘમ અગેઈન ફિલ્મમાં જોવા મળી રહી છે.
આ ફિલ્મમાં તેણે અજય દેવગનની પત્નીનો રોલ નિભાવ્યો છે. હવે કરીના ફિલ્મમેકર કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’માં પણ જોવા મળશે જેની જાહેરાત ઘણા સમય પહેલા કરવામાં આવી હતી.