બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાનું નામ બોલ્ડ એક્ટ્રેસની યાદીમાં સામેલ છે. મલાઈકા ઘણી વખત તેના રિવીલિંગ આઉટફિટના કારણે લાઇમલાઇટમાં રહેતી હોય છે, જો કે ઘણીવાર તેને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડતો હોય છે. ત્યારે હાલમાં મલાઈકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના પુત્ર અરહાન સાથે જોવા મળી રહી છે.
આ વાયરલ વીડિયોના કારણે તે ફરી એકવાર ટ્રોલર્સના નિશાના પર આવી છે. આ વખતે લોકો તેની ખૂબ ટીકા કરી રહ્યા છે.મલાઈકા અરોરાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તેના પુત્ર અરહાન ખાન સાથે એક ઈવેન્ટમાં સામેલ થઈ છે.
ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી મલાઈકા
ઇવેન્ટ માટે અભિનેત્રીએ વ્હાઇટ ક્રોપ ટેન્ક ટોપ પહેર્યું છે અને જીન્સનું જેકેટ પહેર્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મલાઈકા ખુરશી પર બેઠી છે અને પોતાનું જેકેટ બાજુ પર રાખીને ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે. આ દરમિયાન અભિનેત્રીની બાજુમાં તેનો પુત્ર અરહાન અને બહેન અમૃતાનો પુત્ર જોવા મળે છે.
કેમ ટ્રોલ થઈ મલાઈકા ?
મલાઈકા અરોરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઈ લોકો તેના પર ગુસ્સે થઈ રહ્યા છે. આ વીડિયો પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘એક માતા તેના પુત્રની સામે આવી કેવી રીતે તૈયાર થઇ શકે. બીજાએ કહ્યું, ‘શરમની વાત છે જવાન દીકરો બેઠો છે.
View this post on Instagram
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ
જણાવી દઇએ કે, મલાઈકા અરોરા આ દિવસોમાં અર્જુન કપૂર સાથેના બ્રેકઅપને લઈને પણ ચર્ચામાં છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ મલાઈકા અને અર્જુન કપૂર આખરે અલગ થઈ ગયા છે. જો કે આ સમાચાર ઓફિશિયલી સામે આવ્યા બાદ લોકો ચોંકી ગયા હતા. જ્યારે મલાઇકા અને અર્જુનના લગ્ન વિશે અટકળો ચાલી રહી હતી, ત્યારે અભિનેતાએ પોતાને સિંગલ જાહેર કરતા બધાને સ્પષ્ટ કરી દીધું કે તે અને મલાઈકા હવે રિલેશનશિપમાં નથી.
View this post on Instagram