ખબર ખેલ જગત ફિલ્મી દુનિયા

જુઓ વીડિયો: એક સમયે મેગી ખાઈને દિવસો કાઢવા પડતા હતા, 300 રૂપિયા માટે હાર્દિક પંડ્યા કરતો હતો આ કામ

ઘરડા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે સુખ બાદ દુઃખ અને દુઃખ બાદ સુખ આવતું હોય છે. દરેક વ્યક્તિ પોતાનું જીવન બદલવા માટે અથાગ મહેનત કરે છે, સપનાઓ સાકાર કરવા માટે દિવસ રાત મહેનત કરે છે. અને એક દિવસ કોઈ મોટું નામ કરીને બતાવે છે. માણસનો સંઘર્ષ જ તેને સફળતા તરફ લઇ જાય છે. આવા જ સંઘર્ષ ભરેલી કહાની ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની રહેલી છે.


આજે હાર્દિકનું જીવન ખુબ જ લક્ઝુરિયસ છે. તેની પાસે પોતાનું આગવું એક નામ સાથે પૈસા, પ્રોપર્ટી, સુંદર પત્ની અને એક દીકરો પણ છે. પરંતુ આ બધું મેળવવા માટે હાર્દિકની જે મહેનત છે, તે ખરેખર પ્રેરણાદાયી છે.

Image Source

એક સમય એવો હતો જ્યારે હાર્દિકના પરિવાર પાસે જમવા માટેના પણ પૂરતા પૈસા નહોતા, ત્યારે તે ગામે ગામ જઈને ક્રિકેટ રમતો હતો. અને આ ક્રિકેટ રમવાના બદલામાં તેને 300 રૂપિયા મળતા હતા. જેમાંથી તે પોતાનો અને પરિવારનો ખર્ચ કાઢતો હતો.

Image Source

હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કૃણાલ પંડ્યાની કહાની નીતા અંબાણીએ જ એક કાર્યક્રમ દરમિયાન જણાવી હતી. જે સાંભળીને હાર્દિક પણ ખુબ જ ભાવુક બની ગયો હતો. અને દુનિયા પણ હાર્દિકના સંઘર્ષને જાણી શકી.

Image Source

નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “હું તમને એક વાર્તા સાંભળવવા જઈ રહ્યું છે. બે ભાઈઓની એવી વાર્તા જે બહુ જ શાનદાર છે. સૌથી પહેલા હું તમને જણાવું કે તે ક્યાંથી આવે છે. તે બે નાના બાળકો ગુજરાતમાં રહેતા હતા. જે બહુ જ નાના પરિવારમાંથી આવે છે. તે સમયે તેમના ઘરમાં પૈસા નહોતા. ઘણા દિવસો સુધી બંને બાળકોને ભૂખ્યા રહેવું પડ્યું. પરંતુ તેના કારણે તે રોકાયા નહિ. અલગ અલગ ગામની ટિમો સાથે રમીને તે એકથી બીજા ગામ લોકલ ટ્રેનમાં સફર કરતા. ક્યારેક ક્યારેક તો ટિકિટ વગર અને ક્યારેક ટ્રકમાં બેસીને પણ ઘરે પાછા ફરતા.”

Image Source

નીતા અંબાણીએ આગળ જણાવ્યું કે, “તે આટલી મહેનત કરતા હતા ફક્ત 300 રૂપિયા માટે. તે સમયે તેમને નહોતી ખબર કે તેમનું કિસ્મત બદલાવવાનું છે. 2013માં વડોદરા માટે ટી-20 ટુર્નામેન્ટ રમતા સમયે નાનો ભાઈ સ્પોટ થયો અને રિલાયન્સ વન ટિમ માટે પસંદ થયો. જ્યાં તેને શાનદાર પર્ફોમન્સ આપ્યું અને મુંબઈ ઇન્ડિયન્સ માટે પસંદ થયો. એ વ્યક્તિને આજે આખી દુનિયા ઓળખે છે. જેનું નામ છે હાર્દિક પંડ્યા.”

આજે પંડ્યા પરિવારની હેસિયતનો અંદાજો હાર્દિક પંડ્યાના હાથમાં રહેલી 1.01 કરોડ રૂપિયાની રોલેક્સની હીરા જડિત ઘડિયાળથી જ લગાવી શકાય છે. હાર્દિકને મોંઘા કપડાં અને ઘડિયાળનો ખુબ જ શોખ છે.