ભારતીય ટીમ હાલ ઇંગ્લેન્ડ સામે ટી-20 સિરીઝ રમી રહી છે. જેની 3 મેચમાંથી 2 મેચ ઇંગ્લેન્ડ જીત્યું છે અને એક ભારત હજુ બીજી 2 ટી-20 મેચ રમવાની બાકી છે જેની 4થી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર યોજવામાં આવશે.

પરંતુ આ દરમિયાન હાર્દિક પંડ્યાનો ગુસ્સે થયેલો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાયેલી પહેલી ટી-20 મેચનો છે. પહેલી જ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દર્શકોથી ખચાખચ ભરેલું છે. ત્યારે પાંચમી ઓવરમાં અક્ષર પટેલ પોતાની ઓવરનો પાંચમો બોલ ફેંકે છે અને જેના ઉપર બટલર એક શાનદાર સિક્સ લગાવે છે અને બોલ પ્રેક્ષકોની વચ્ચે જઈને પડે છે.

આ દરમિયાન જ દર્શકો બોલ પાછો આપવામાં ઘણું જ મોડું કરે છે. જેના ઉપર બાઉન્ડ્રી ઉપર ઉભેલો હાર્દિક પંડ્યા દર્શકોને બોલ પાછો આપવા માટે જણાવી રહ્યો છે અને નારાજ થઈને તે દર્શકો ઉપર ગુસ્સે પણ થતો જોવા મળે છે.

હાર્દિકના ગુસ્સે થવા ઉપર જ દર્શકો બોલ પાછો આપી દે છે. ત્યારબાદ એમ્પાયર્સ બોલને સૅનેટાઇઝ કરે છે અને ફરી મેચ શરૂ કરવામાં આવે છે. હાર્દિકના ગુસ્સા વાળો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. તમે પણ જુઓ આ વીડિયો…
— pant shirt fc (@pant_fc) March 12, 2021