ખબર ધાર્મિક-દુનિયા

વૃક્ષ વાવવા માટે ખોદી રહયા હતા ખાડો, ત્યારે જ ધરતીની છાતી ફાડીને બહાર આવ્યા હનુમાનજી

મધ્યપ્રદેશની રાજધાની ભોપાળથી થોડે દૂર બરખેડા અબ્દુલ્લા ગામમાં ખોદકામ દરમ્યાન જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ મળવાની ઘટના સામે આવી છે. આ મૂર્તિ વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે હનુમાનજીની આ મૂર્તિ ઘણી પ્રાચીન છે અને હનુમાનજી ધરતીમાંથી ખુદ પ્રગટ થયા છે. જો કે આ મૂર્તિ કેટલી જૂની છે એ વિશે પુરાતત્વ વિભાગ તપાસ કરશે.

Image Source

નોંધનીય છે કે મધ્યપ્રદેશના બરખેડા અબ્દુલ્લા વિસ્તારમાં જમીનમાં વૃક્ષારોપણ કરવા માટે ખોદકામ કરવા દરમ્યાન હનુમાનજીની એક મોટી મૂર્તિ મળી આવી છે. આ મૂર્તિને બહાર કાઢવામાં આવી. આ વાતની જાણ થતા જ આસપાસના લોકો અહીં મૂર્તિના દર્શન માટે પહોંચી રહયા છે. અહીં ભજન કીર્તન પણ શરુ થઇ ગયા છે. લોકો સિંદૂર ચોલા ચઢાવવા લાગ્યા છે. જો કે સ્થાનિક પ્રશાસને અહીં સુરક્ષા માટે પોલીસને તૈનાત કરી દીધા છે.

Image Source

જણાવી દઈએ કે આ વિસ્તારમાં અહીં પ્રખ્યાત મન્નત બાબા ઘણા સમયથી આશ્રમ બનાવવા માંગતા હતા અને તેમને આ જમીન આશ્રમ બનાવવા માટે લઇ રાખી હતી. આ જમીન પર બાબાએ 4-5 વર્ષ પહેલા એક યજ્ઞ પણ કરાવ્યો હતો. હવે મન્નત બાબા કહી રહયા છે કે હનુમાનજીની મૂર્તિ પ્રગટ થયા બાદ, તેઓ એક મોટું અનુષ્ઠાન રાખશે જેને કારણે અહીં હજારો ભક્તોની ભીડ જમા થશે. મન્નત બાબા દાવો કરી રહ્યા છે કે આ મૂર્તિ ઘણી પ્રાચીન છે. પરંતુ આ મૂર્તિ વિશે સંપૂર્ણ જાણકારી માત્ર પુરાતત્વ વિભાગ જ આપી શકે છે.

Image Source

પોલીસના જણાવ્યા અનુસાર, ખેતરમાં મળેલી આ મૂર્તિ સંપૂર્ણ સાફ છે, અને પુરાતત્વ વિભાગ જ તપાસ બાદ બધી જાકારી આપી શકશે કે આ મૂર્તિ કેટલી જૂની છે, આ વિસ્તારમાં મૂર્તિ કેમ મળી, આ મૂર્તિ કયા પથ્થરથી બનેલી છે વગેરે.

Image Source

જો કે મૂર્તિ મળવાની ખબર સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઇ ગઈ છે. જેના પર લોકો જુદી-જુદી કૉમેન્ટ્સ કરી રહયા છે. કોઈ લોકો આને ભગવાનનો ચમત્કાર માની રહયા છે તો ઘણા લોકો આને કોઈ વાદ-વિવાદથી બચવાની એક રીત પણ માની રહયા છે. તો કેટલાક લોકો એવા પણ છે કે તેઓ આને બાબાનો ખેલ કહી રહયા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks