જુઓ ગુજરાતી સેલેબ્સનો કેવો રહ્યો ઉત્તરાયણનો રંગ, કિંજલ દવેએ પકડી પવન જોશીની ફીરકી તો કિર્તીદાન, જિગરા અને મલ્હારનો જોવા મળ્યો અનોખો અંદાજ

ગુજરાતની અંદર બે તહેવારોનું ખુબ જ વધારે મહત્વ રહેલું છે, એક છે નવરાત્રી અને બીજો છે ઉત્તરાયણ. નવ રાત્રીના નવ દિવસો ગરબા રસિકો મન મૂકીને ગરબે રમતા હોય છે, તો ઉત્તરાયણના તહેવાર ઉપર પણ ગુજરાતીઓ સવારથી જ ધાબા ઉપર  ચઢી અને પતંગ ચગાવવાનો આનંદ માણતા હોય છે. સામાન્ય માણસોની જેમ સેલેબ્રિટીઓ પણ આ તહેવારને ખાસ રીતે ઉજવે છે.

છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે આ તહેવારોનો રંગ એટલો જામ્યો નહોતો, આ વર્ષે પણ સરકારની ગાઇડલાઇન અનુસાર ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સૌ લોકોએ આ પર્વને ધામધુમથી ઉજવ્યો.  આજે અમે તમને ગુજરાતના ખ્યાતનામ સેલેબ્સની ઉત્તરાયણ બતાવીશું કે તેમને કેવા અંદાજમાં આ પર્વની ઉજવણી કરી.

કિંજલ દવે:
ગુજરાતની લોકપ્રિય ગાયિક કિંજલ દવેએ પણ પોતાના ભાવિ પતિ પવન જોશી સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી. આ દરમિયાન પવન જોશી આકાશમાં પતંગ ઉડાવતો જોવા મળ્યો હતો તો કિંજલે તેની ફીરકી પોતાના હાથમાં પકડી હતી. જેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો.

કિંજલ અને પવન જોશી બંનેએ તેમના સોશિયલ મીડિયામાં કેટલીક ખાસ તસવીરો પણ શેર કરી છે, જેમાં આ કપલનો નોખો અંદાજ જોવા મળી રહ્યો છે. કિંજલ અને પવન બંનેએ અલગ અલગ પોઝમાં ફોટોશૂટ પણ કરાવ્યું હતું, જેમાં બંને ખુબ જ સુંદર દેખાઈ રહ્યા છે અને ચાહકોને પણ તેમની આ તસવીરો ખુબ જ પસંદ આવી રહી છે.

સામે આવેલી તસ્વીરોમાં કિંજલ જીન્સ, ટી શર્ટ અને જેકેટમાં જોવા મળી રહી છે,  તો પવન જોશી પણ જીન્સ અને સફેદ ટી શર્ટમાં જોવા મળી રહ્યો છે. બીજી એક તસ્વીરમાં પવને આંખો ઉપર સ્ટાર વાળા ચશ્મા પણ પહેર્યા છે, તો અન્ય એક તસ્વીરમાં કિંજલ દવેના હાથમાં ફીરકી છે અને પવન જોશી પણ હાથમાં પતંગ લઈને કિંજલ સામે જોઈ રહ્યો છે.

મલ્હાર ઠાકર:
ગુજરાતના યુવાનોના સૌથી લોકપ્રિય સુપરસ્ટાર મલ્હાર ઠાકરે પણ ખાસ અંદાજમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. મલ્હારે તેના સોશિયલ મીડિયા ઉપર ઉત્તરાયણની ઉજવણી કરતો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પતંગ ચગાવતો જોવા મળી રહ્યો છે, સાથે જ તેને બેકગ્રાઉન્ડમાં  ફિલ્મી ગીત વાગતું પણ જોઈ શકાય છે. આ વીડિયો ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે મલ્હારનો પતંગ આકાશમાં ઉડી રહ્યો છે અને તે જે રીતે દોરી ખેંચી રહ્યો છે તે જોતા એવું લાગે છે કે તેની પતંગ કોઈની સાથે પેચ લડાવી રહી છે અને તે ખુબ જ શાનદાર રીતે ખેંચ લગાવી રહ્યો છે. તેના આ વીડિયો ઉપર ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે.

કિર્તીદાન ગઢવી:
ગુજરાતના ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીએ પણ ગામડામાં ઉત્તરાયણની મજા માણી હતી. તેમને પણ સોશિયલ મીડિયામાં પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરતો એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તે પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત કિર્તીદાને ઘણી બધી તસવીરો પણ શેર કરી હતી, આ વીડિયો અને તસ્વીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

પ્રતીક ગાંધી:
ઢોલીવુડથી લઈને બૉલીવુડ સુધી પોતાનું આગવું નામ બનાવનારા ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધીએ પણ તેમના આ મનગમતા મકર સંક્રાંતિના તહેવારને પોતાના પરિવાર સાથે ઉજવ્યો હતો.  પ્રતીક ગાંધીએ પણ તેના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પતંગ ચગાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં પ્રતીકનો ખાસ અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

જીગરદાન ગઢવી:
જેના ગીતો દિલને સ્પર્શી જાય છે એવા લોકપ્રિય ગાયક જીગરદાન ગઢવીએ પણ પોતાની મંગેતર સાથે મકર સંક્રાંતિના આ ખાસ પર્વની ઉજવણી કરી હતી. જેનો વીડિયો પણ જિગરાએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે, આ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે જિગરાની મંગેતર યતિ ઉપાધ્યાય પતંગ ચગાવી રહી છે અને જીગરદાન તેની ફીરકી પકડીને ઉભો છે સાથે જ તે પીપુડું પણ વગાડી રહ્યો છે. તેમના આ વીડિયોને પણ ચાહકો ખુબ જ પ્રેમ આપ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel