ઢોલીવુડ મનોરંજન

ગુજરાતી સુપરહિટ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફિલ્મની એક્ટ્રેસ આનંદી આજે દેખાય છે કઈંક આવી, જુઓ તસવીરો

ગુજરાતની લોકોની ફેવરિટ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ની અભિનેત્રી આનંદી હાલમાં કેવા દેખાય છે? જુઓ PHOTOS

ગુજરાતી ફિલ્મોમાં એવી ઘણી ફિલ્મો આવી ગઇ જે લોકોને આજ સુધી યાદ છે. અને એમાં અભિનય કરનાર હીરો હિરોઈન પણ ફિલ્મની સાથે સાથે લોકોના દિલો દિમાગમાં હજી સુધી છવાયેલા રહ્યા છે.

વર્ષો પહેલા ગુજરાતી ફિલ્મોમાં બે ફિલ્મોને લોકોએ હોંશે હોંશે આવકારી એ ફિલ્મોમાં નાયકોને અમર બનાવી દીધા. લોકોની યાદોમાં. એક હતી દેશ રે જોયા દાદા પરદેશ જોયા અને બીજી ફિલ્મ હતી મૈયરમાં મનડું નથી લાગતું.

એમાં મૈયરમાં મનડું નથી લાગતું એ ફિલ્મમાં અભિનેતા હિતેન કુમાર સાથે અભિનય કરનાર ગુજરાતી હિરોઈન આનંદી ત્રિપાઠી તેની એક્ટિંગને કારણે લાખો ગુજરાતીઓના દિલમાં છવાઈ ગઈ હતી.

આ ખૂબસૂરત હિરોઈનને અને તેની એક્ટિંગને જોઈએ લોકોને એમ હતું કે આ નાનકડી પરી જેવી લાગતી આ છોકરી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ મેળવશે જ. પરંતુ અચાનક જ એ છોકરી ફિલ્મ દુનિયાથી અને તેના પડદાથી દૂર જ થઈ ગઈ.

આનંદીને નાનપણથી જ અભિનયનો શોખ હતો. અને તે કોલેજ કાળથી જ નાટકોમાં અભિનય કરતી હતી. અને તેનો એ સમયનો અભિનય બધા લોકોએ વખાણ્યો હતો. એક તો સુંદર અને એમાંય પાછી એક્ટિંગમાં માહેર એટ્લે સમય જતાં જ આનંદીને ઘણી ફિલ્મોની ઓફર આવવા લાગી.

તેણે ગુજરાતી ફિલ્મ મહિયરમાં મનડું નથી લાગતું એ ફિલ્મમાં અભિનય કરી લાખો લોકોના દિલમાં ઘર કરી લીધું. ત્યારબાદ તેણે માંડવા રોપવા આવો રાજ નામની ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું. એ પછી વર્ષ 2013માં સોહાગણ શોભે સાસરીએ અને મારા રુદિયે રંગાણા તમે સાજનામાં કામ કર્યું હતું.

ગુજરાતી ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતુ’માં કામ કરનાર આનંદી હવે ખૂબ જ અલગ દેખાય છે. ગુજરાતી ફિલ્મો કર્યા પછી તેણે ઝી ટેલીવિઝન પર આવતી સિરિયલ ‘વો આપના સા’ અને લાઈફ ઓકે પર આવતી સિરિયલ ‘નાગાર્જુન એક યોદ્ધા’માં કામ કર્યું.

આમ આનંદી ત્રિપાઠીએ ગુજરાતી ફિલ્મો સિવાય હિન્દી સિરિયલમાં પણ કામ કરી તેના અભિનયની અદાથી દર્શકોને મોહિત કર્યા છે. આનંદી ત્રિપાઠીનો જન્મ અને ઉછેર ગુજરાતમાં જ થયો છે. તેણે તેનું સ્કૂલનું અને કોલેજનું શિક્ષણ તેના મૂળ વતનમાથી જ લીધું છે. તે શાળા દરમિયાન થતાં દરેક સાંસ્ક્રુતિક કાર્યક્રમમાં પણ ખૂબ આગળ પડતી ભાગ લેતી હતી.

તેમની અભિનય કારકિર્દીની શરૂઆત એ વખતે જ થઇ ગઈ હતી જયારે કોલેજમાં ભણતા ભણતા તેઓ ગુજરાતી થિયેટરના શોમાં ભાગ લેતા હતા. આનંદી ત્રિપાઠીએ વર્ષ 2003માં ફિલ્મ તોરણ બંધાવો હો રાજથી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું, આ ફિલ્મનું દિગ્દર્શન ગોવિંદ સાકરિયાએ કર્યું હતું.

આ સિવાય તેમને ફિલ્મ હાલો મનાવ્યાના મેળે અને મૈયરમાં મનડું નથી લાગતું પણ કરી. તેમને પ્રસિદ્ધિ ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’થી મળી હતી. તેમને ગુજરાતી ફિલ્મ જગતની બીજી દિગ્ગજ અભિનેત્રીઓ સાથે પણ કામ કર્યું છે અને તેમને હિતેન કુમાર, હિતુ કનોડિયા જેવા અભિનેતા સાથે પણ કામ કર્યું છે. તેમને પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો કરી છે. ગુજરાતી ફિલ્મ જગતમાં આનંદી ત્રિપાઠી એક મોટું નામ છે.

ઉપરોક્ત તસ્વીરમાં આપ જોઇ શકો છો ફિલ્મના દિગ્દર્શક જીતેન પુરોહિત સાથે આનંદી ત્રિપાઠી. જીતેન પુરોહિત અને આનંદી મિત્રો છે. હવે જીતેન પુરોહિત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બ્યૂટિફૂલ હીરોઇન ગણાતી આનંદી ત્રિપાઠી અને ટેલીવુડ-ઢોલિવુડના જાણીતા કલાકાર ધર્મેશ વ્યાસને લઈને મોટી ગુજરાતી ફિલ્મ પણ પ્લાન કરી રહયા છે. જેથી આનંદી ત્રિપાઠીના ચાહકો તેમને ફરીથી મોટા પડદા પર જોઈ શકશે.

ગુજરાતી સિનેમાનો પણ એક મોટો ચાહકવર્ગ છે, એ ભલે પછી અર્બન ફિલ્મો હોય કે રૂરલ ફિલ્મો. ઘણી એવી ગુજરાતી ફિલ્મો આવી છે જે દર્શકોની વાહવાહી લૂંટી ગઈ છે, ગુજરાતી ફિલ્મોના ઘણા એવા કલાકારો છે, જેમને દર્શકોના દિલમાં એક આગવી જગ્યા બનાવી લીધી છે. પરંતુ ઘણા એવા કલાકારો છે જે પડદાં ઉપર આજે જોવા નથી મળતા છતાં ચાહકોના દિલમાં રાજ કરે છે.

આજે તમને એક એવી જ અભિનેત્રી વિશે જણાવીશું જેમને એક સમયે ગુજરાતી ફિલ્મોમાં રાજ કર્યું હતું અને અચાનક તે ગુજરાતી ફિલ્મોથી દૂર ચાલ્યા ગયા. “મૈયરમાં મનડું નથી લાગતું” જેવી સુપરહિટ ફિલ્મ આપીને આનંદી ત્રિપાઠીએ ગુજરાતના દરેક ઘરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી.

વર્ષો બાદ આનંદી ત્રિપાઠી ગુજરાતી સિનેમાના પડદા ઉપર પાછી એન્ટ્રી કરી રહ્યા છે. આનંદી ત્રિપાઠી આવનારી ફિલ્મ “હલકી ફૂલકીમાં” નજર આવવાના છે, આ ફિલ્મને લઈને પણ તેમના ચાહકોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ત્યારે ગુજ્જુરોક્સની ટીમ દ્વારા આનંદી ત્રિપાઠી સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. ગુજ્જુરોક્સ ટીમની ખાસ વાતચીતમાં અમે આનંદી ત્રિપાઠીને સવાલ પૂછ્યો હતો કે “આટલા વર્ષોથી ગુજરાતી સિનેમાથી દૂર થઈને આપને કેવું લાગ્યું ?” ત્યારે તેમને જવાબ આપ્યો હતો કે “હું ફિલ્મી દુનિયાથી દૂર ગઈ જ નથી, હું હિન્દી ટીવી સિરિયલોમાં વ્યસ્ત હતી.”

 

View this post on Instagram

 

A post shared by Aanandee Tripathi (@tripathiaanandee)