છેલ્લા ઘણા સમયથી મનોરંજન જગતથી એક બાદ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે થોડા સમય પહેલા ગુજરાતી અભિનેતા ઘનશ્યામ નાયક કે જે તારક મહેતા શોમાં નટુકાકાનું પાત્ર નિભાવતા હતા, તેમનું નિધન થઇ ગયુ હતુ. તે બાદ રામાયણના અભિનેતા અરવિંદ ત્રિવેદીનું પણ નિધન થઇ ગયુ હતુ, ત્યારે હાલ એક ગુજરાતના જાણીતા તબલા વાદકનું નિધન થયુ હોવાના સમાચાર છે. તેમનું ભજન-સંતવાણીમાં મોટુ નામ હતુ અને તેમની નાની ઉંમરે અણધારી વિદાયને કારણે સંતવાણી જગતમાં શોકની લહેર છવાઇ ગઇ છે.
38 વર્ષિય મોહમંદ હુસેન ફકીરમામદ ઉર્ફે હસિયા ઉસ્તાદ માંડવી તાલુકાના મોટા રતડીયા ગામના વતની હતા અને તેઓને તેમના પિતા પાસેથી વારસામાં તબલા વાદનની કળા મળી હતી. તેઓ છેલ્લા લગભગ 15 વર્ષથી દેશ-વિદેશમાં સંતવાણીના કાર્યક્રમોમાં પોતાની કલાના કામણ પાથરતા હતા. તેઓનું નિધન શુક્રવારના રોજ માંડવી ખાતે થઇ ગયુ હતુ, તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જેને કાણે ભજનિકોની દુનિયામાં શોકની લહેર છવાઇ ગઇ છે.
હસિયા ઉસ્તાદના પરિવારમાં બે દીકરાઓ, બે દીકરીઓ અને પત્ની છે અને સાથે બે ભાઇઓ પણ છે. તેઓ ગુરુવારના રોજ રાત્રે નાના રતાળિયા ખાતે ચાલી રહેલ યક્ષદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે આયોજિત સંતવાણીમાં કાર્યક્રમ કરી રહ્યા હતા, પરંતુ કોને ખબર હતી કે તેઓનો આ છેલ્લો કાર્યક્રમ હશે. તેમનો કાર્યક્રમ સવારે 4.30 વાગ્યા આસપાસ પૂરો થયો હતો અને તે બાદ તેઓ તેમના નિવાસસ્થાને પરત ફર્યા હતા.
જયાં તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી અને તેમણે ઘરગથ્થુ ઉપચાર કર્યા બાદ સ્નાન કરી તેમના મોટાભાઇ સાથે માંડવીની પ્રાઇવેટ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જયાં સારવાર બાદ તેમને સારુ થયુ પરંતુ ફરીથી દુખાવો થતા તેમનું નિધન થઇ ગયુ હતુ. નાની ઉંમરમાં તેમની અણધારી વિદાયને કારણે ભારેે ગમગીની છવાઇ ગઇ હતી.
હસિયા ઉસ્તાદના નિધન ઉપર પ્રખ્યાત લોક કલાકાર માયાભાઇ આહીરે જણાવ્યું હતું કે, “હસિયા ઉસ્તાદ પોતાની આગવી શૈલીથી પોતા નો અલગ જ કેડો પાડનાર હસિયા ઉસ્તાદ ની ખોટ હમેશા ગુજરાતી કલા જગતને રહેશે.
કીર્તિદાન ગઢવીએ દુઃખ વ્યક્ત કરતાં લખ્યું છે કે, “મોટા રતડીયા ગામના ગૌરવવંતા અને દેશ-વિદેશમાં જેમણે પોતાની તબલા ની આગવી કલાથી ભજન ની દુનિયા માં નાની ઉમર માં ખુબજ મોટી નામના મેળવી હતી એવા લોક લાડીલા હસિયા ઉસતાદ ની અણધારી વિદાય કાળજું કંપાવી ને ગઇ છે. ઓમ શાંતિ”
હસિયા ઉસ્તાદના નિધન ઉપર જીગ્નેશ કવિરાજ પણ ભાવુક થયા હતા અને તેમને પણ પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, “મોટા રતડીયા ગામના અને દેશ-વિદેશમાં જેમણે પોતાની તબલા ની આગવી કલાથી ભજન ની દુનિયા માં નાની ઉમર માં ખુબજ મોટી નામના મેળવી હતી એવા લોક લાડીલા હસિયા ઉસતાદ ની અણધારી વિદાય કાળજું કંપાવી ને ગઇ છે. ઓમ શાંતિ !”
આજે બહુજ દુખદ સમાચાર છે ! મોટા રતડીયા ગામના ગૌરવવંતા અને દેશ-વિદેશમાં જેમણે પોતાની તબલા ની આગવી કલાથી ભજન સંતવાણી દુનિયા માં નાની ઉમર માં ખુબજ મોટી નામના મેળવી હતી ..એવા લોક લાડીલા..હસિયા ઉસતાદ ની અણધારી વિદાય કાળજું કંપાવી ને ગઇ છે !