ખબર

ગુજરાત માટે આજનો દિવસ ખરાબ સાબિત થયો, કુલ કેસ 2,178 અને આટલા મર્યા એક જ દિવસમાં

ગુજરાતમાં સવારના 9 વાગ્યા પછી કોવીડ૧૯ ના 112 કેસ નોંધાયા છે. જ્યારે 13 દર્દીના મોત થયા છે અને 8 દર્દીને રજા આપવામાં આવી છે. આ સાથે જ આજે ગુજરાતમાં કોવીડ ૧૯ ના 2178 દર્દી થયા છે. જેમાંથી 139 સાજા થયા છે અને 90ના મોત થયા છે. જ્યારે ગઈકાલ સાંજથી આજ સવાર સુધીમાં 127 કેસ નોંધાયા હતા અને 6ના મોત થયા. આ સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 239 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીના સૌથી વધુ 19 દર્દીના મોત થયા છે.

સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આજે સવારના 9 વાગ્યા બાદ રાજ્યમાં 112 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 80, સુરતમાં 9, વડોદરામાં 6, અરવલ્લીમાં 4, બનાસકાંઠામાં 5, ભરૂચ બોટાદમાં 2, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, નવસારી અને વલસાડમાં એક એક કેસ સામે આવ્યો છે. જ્યારે આજે 13ના મોત થયા છે અને 8 દર્દી ડિસ્ચાર્જ થયા છે. ટોટલ સંખ્યા 2178 દર્દીમાંથી 90ના મોત થયા છે.

આજે 112 કોવીડ ૧૯ પોઝિટિવ કેસોની વાત કરીએ તો, અમદાવાદમાં 80 કેસ સામે આવ્યા છે. બનાસકાંઠામાં ૫ અને અરવલ્લીમાં ૪ કેસ સામે આવ્યા છે. સુરતમાં નવા નવ કેસ સામે આવ્યા છે. મહેસાણા, દાહોદ, નવસારી, સાબરકાંઠા અને વલસાડમાં એક-એક પોઝિટિવ કેસ સામે આવ્યા છે. SVP હોસ્પિટલમાં 50 વર્ષનાં પુરુષ અને સ્ત્રીને પ્લાઝમા થેરાપી આપવામાં આવી છે.

ગુજરાતમાં કોવીડ ૧૯ કારણે મૃત્યુનો આંક 90 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને કારણે સૌથી વધુ મોત આજના દિવસે થયા છે. આજનો મંગળવાર ગુજરાત માટે કમનસીબ સાબિત થયો છે. ગુજરાતમાં કોરોનાનો મૃત્યુદર 4.13 ટકા થયો છે. આમ આજે 112 કેસો સામે આવતાં ગુજરાતે દિલ્હીને પાછળ ધકેલી દીધું છે. અને હાલ સમગ્ર દેશમાં તે હવે મહારાષ્ટ્ર બાદ બીજા સ્થાને આવી ગયું છે.