ખબર

અનલોક તો મોંઘુ સાબિત થયું, ગુજરાતમાં 24 કલાકમાં 470 નવા કેસ, અમદાવાદ શહેરમાં તો અધધધ

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર હવે ભારતમાં ખુબ જ સ્પીડે વધી રહ્યો છે, ભારતમાં કુલ કેસની સંખ્યા 2,69,973 થઇ ગયા છે, એવામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 470 પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે 33 લોકોનાં મૃત્યુ નિપજ્યા છે અને 409 દર્દીઓ સ્વસ્થ થયા હતા. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 21044 થયો છે. જ્યારે મોતનો આંક 1313 અને ડિસ્ચાર્જનો કુલ આંક 14373 થયો છે.

આજના નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદ ૩૩૧, સુરત ૬૨, વડોદરા ૩૨, ગાંધીનગર ૮, મહેસાણા ૧, ભાવનગર ૩, બનાસકાંઠા ૧, રાજકોટ ૨, અરવલ્લી ૧, સાબરકાંઠા ૫, આણંદ ૪, પંચમહાલ ૩, પાટણ ૩, કચ્છ ૧, ખેડા ૩, ભરૂચ ૨, વલસાડ ૨, જુનાગઢ ૧, નવસારી ૧, અમરેલી ૩, બીજા રાજ્યમાં 1 પોઝિટિવ કેસ નોંધાયા હતો. ગુજરાતમાં કોવીડના કુલ એક્ટિવ કેસનો આંક હાલ 5358 છે. જેમાંથી 64 વેન્ટિલેટર પર અને 5299 દર્દીઓની હાલત સ્થિર છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.