ખબર

ગુજરાત સરકારે કર્યો મોટો ધડાકો: લગ્નમાં ફક્ત આટલા જ લોકોને મંજૂરી મળશે – જલ્દી વાંચો

ગુજરાતના CM વિજય રૂપાણીએ હમણાં જ જાહેરાત કરી છે કે રાજ્યના ૨૦ શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. કેન્દ્ર સરકારની ટીમ ગુજરાત આવશે. 30 એપ્રિલ સુધી તમામ કાર્યક્રમો સ્થગિત રહેશે. લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી અપાશે. 30 એપ્રિલ સુધી સરકારી ઓફિસો શનિવારે બંધ રહેશે.

કોવિડ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યો છે એવામાં 3 હજારથી વધુ કેસ, 5 દિવસમાં 15 હજાર નવા સંક્રમિતો ગુજરાતમાં કોવિડ હવે હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે નવા કેસોમાં રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં રાજ્યમાં 15 હજાર નવા પોઝિટિવ જાહેર થઈ ચૂક્યા છે.

તેમાં પણ આજે 3280 નવા કેસ નોંધાયા હતા અને ગઈકાલે 3140 નવા કેસ આવ્યા હતા. ગુજરાતના કોરોના ઇતિહાસમાં આ પહેલીવાર લાગલગાટ 2 દિવસ કોરોનાના કેસનો આંકડો 3 હજારને પાર થયો છે. બીજીતરફ રાજ્યમાં અત્યારસુધીના કુલ દર્દીઓનો આંક 3.22 લાખ થઈ ગયો છે.


લગ્નપ્રસંગમાં પણ ફક્ત 100 મહેમાન આવી શકશે, 30મી સુધી દર શનિવારે સરકારી ઓફિસો પણ બંધ રહેશે