ખબર

ભાગી ગયેલા વેવાઈ-વેવાણને હવે થાય છે પરિવારની ચિંતા, એવું કદમ ઉઠાવ્યું કે…

આપણે અવાર નવાર સાંભળતા આવીએ છીએ કે, યુવક યુવતીને પ્રેમ થતા સમાજના વિરોધના કારણે ભાગી જતા હોય છે. પરંતુ હાલમાં જ અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવક- યુવતી નહીં પરંતુ બંનેના માતા-પિતા ભાગી ગયા છે. આ વાંચીને આચંકો લાગ્યો ને પરંતુ આ વાત સાચી છે. સુરતમાં 2 મહિના બાદ જે યુવક-યુવતીના લગ્ન હતા તે યુવકના પિતા તેની પુત્રવધુની માતા સાથે ભાગી સાથે જતા લોકો ચોંકી ગયા હતા.


વરરાજાના પિતાને તેની જુવાનની દિવસો યાદ આવી જતા યુવતીની માતાને લઈને ફરાર થઇ ગયા હતા. આ બંને ફરાર થઇ જતા આ યુવક-યુવતીના લગ્ન રદ કરવામાં આવ્યા છે. આ બંનેના ફેબ્રુઆરી મહિનામાં લગ્ન હતા પરંતુ તે પહેલા જ યુવકના પિતા 48 વર્ષ અને યુવતીની માતા 45 વર્ષ છેલ્લા 10 દિવસથી ગુમ થઇ ગયા હતા.
યુવકના પિતા સુરતના કતારગામ રહેતા હતા જયારે મહિલા નવસારી રહેતી હતી. બંનેના પરિવારજનોએ પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે લોકેશન મેળવી શોધખોળ હાથ ધરી છે. ત્યારે હાલ પોલીસે એવું અનુમાન લગાવ્યું છે કે, બંને ઉજ્જૈનના 20 કિલોમીટર દૂર છે.

[caption id="attachment_236251" align="aligncenter" width="1024"] Image Source

ત્યારે હાલમાં જ આ પ્રકરણમાં એક એવી માહિતી મળી રહી છે કે, વેવાઈ અને વેવાણે એક મિત્ર સાથે આશરે 17 મિનિટ સુધી વાત કરી હતી. આ વાતચીત દરમિયાન બંનેએ પોત-પોતાની ઘર અંગે પુછપરછ કરી ખબર પૂછ્યા હતા. વેવાઈએ તેના આ મિત્રને ફોનમાં કહ્યું કહ્યું હતું કે, હું મારા દીકરીના લગ્નની ગિફ્ટ પાર્સલ કરી રહ્યો છું. વધુમાં કહ્યું હતું કે, હાલ મારી પર ઘણું પ્રેશર હોય હું કોઈ સાથે વાત કરી શકું એમ નથી. તો મિત્રએ પણ આશ્વાસન આપી ખોટું પગલાં ના ભરવા કહ્યું હતું. આ બાદ વેવાણે પણ વાત કરી ઘરના લોકો ખબર અંતર પૂછ્યા હતા. વેવાણના પતિને હાર્ટની બીમારી હોય તેની તબિયત વિષે પૂછ્યું હતું.

Image Source

જણાવી દઈએ કે, યુવકે પિતા ટેક્સ્ટાઇલનો ધંધો કરે છે આ સાથે જ પ્રોપટી ડીલ પણ કરે છે. આ બંને 10 જાન્યુઆરીએ ઘરેથી ભાગી ગયા હતા. બંને પરિવારોએ તેમના બાળકોનો લગ્નસંબંધ પણ તોડી દીધો છે. યુવક અને યુવતી પણ આ લગ્નસંબધથી ખુશ હતા પરંતુ હવે તેમના માતા-પિતા ગાયબ થઈ ગયા હોવાથી બંને આ લગ્ન કરવાની ના પાડી રહ્યા છે.

Image Source

માહિતી તો એવી પણ મળી રહી છે કે, આ બંને પહેલા એક જ સોસાયટીમાં રહેતા હતા અને બંને એકબીજાને પહેલાથી જ ઓળખતા હતા, આ મામલે નજીકના મિત્રોએ એ પણ કહ્યું હતું કે ભૂતકાળ આ બંને સંબંધમાં હતા પરંતુ કોઈ કારણસર લગ્ન થઇ શક્યા ના હતા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.