વાહ આ કન્યાએ તો દિલ જીત્યા.. લગ્ન પહેલા જ વરરાજાના પગમાં થયું ફેક્ચર, મંડપમાં વરમાળા સમયે કર્યું એવું કામ કે લોકો પણ કરવા લાગ્યા સલામ.. જુઓ વીડિયો

“આવી પત્ની મળે તો ભવપાર થઇ જાય !” લગ્નમાં કન્યાએ ફેક્ચર થયેલા વરરાજા માટે કર્યું સુંદર કામ ! વાયરલ થયો વીડિયો

ઇન્ટરનેટ પર લગ્નના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયોમાં લગ્નમાં થતી એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. ઘણીવાર લગ્નમાં વર કન્યા પોતાના પાર્ટનર માટે એવું કઈ કરે છે જે દિલ જીતી લેતું હોય છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો વાયરલ થયો છે.

આ વીડિયોમાં કન્યાએ વરરાજા માટે જે કર્યું છે તે જોઈને ખરેખર લોકો તેને સલામ કર રહ્યા છે. લગ્ન એક એવું બંધન છે જ્યાં દરેક પરિસ્થિતિમાં પોતાના પાર્ટનરનો સાથ નિભાવવાનો હોય છે. જીવનમાં આવતા તડકા છાંયડા પણ બંનેએ સાથે મળીને વિતાવવાના હોય છે. ત્યારે આ કન્યાએ લગ્ન સમયે જ દરેક પરિસ્થિતિમાં સાથ આપવાનું ઉદાહરણ પૂરું પાડી દીધું.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરમાળા દરમિયાન વરરાજા તેની થવાવાળી પત્નીની સામે ઊભો રહે છે, પરંતુ તેના પગમાં ફ્રેક્ચર હોવાને કારણે તે લાંબો સમય ઊભા રહી શકતો નથી. જો કે, કન્યાએ આવા સમયે કંઈક અનોખી રીતે વિધિ પૂર્ણ કરી. તેણે વરરાજાને ઉભા કરવાને બદલે વરરાજાને સોફા પર બેસાડી દીધો અને તે જ રીતે તેને વરમાળાની વિધિ પૂર્ણ કરી.

 

View this post on Instagram

 

A post shared by T I Y A S O N K A R (@tiyasonkar)

તમે વીડિયોમાં જોઈ શકો છો કે વરરાજા સોફા પર બેસીને કન્યાને વરમાળા પહેરાવે છે, જ્યારે કન્યા પણ ઘૂંટણ પર બેસીને માળા પહેરે છે. આ પછી દુલ્હન પણ તેના વરને હાર પહેરાવે છે. વર-કન્યાનો આ પ્રેમ જોઈને લગ્નમાં આવેલા મહેમાનો ખૂબ જ ભાવુક થઈ ગયા અને જોરથી તાળીઓ પાડી. વરરાજા તરફ દુલ્હનનો ટેકો જોઈને બધા તાળીઓ પાડી રહ્યા છે. અત્યાર સુધી આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે અને આ કપલની પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel