છોકરીઓના આ ગ્રુપે તો ટ્રેનમાં પણ લગાવી દીધી આગ, “શીલા કી જવાની” ગીત પર કર્યો એવો ડાન્સ કે લોકો આંખો ફાડી ફાડીને જોવા લાગ્યા વીડિયો, જુઓ

11 છોકરીઓનું ગ્રુપ ટ્રેનમાં ચઢ્યું અને પછી કર્યો એવો ડાન્સ કે પેસેન્જરના પણ ઉડી ગયા હોશ, લોકોએ કહ્યું, “વાયરલ થવા માટે આવી અશ્લીલતા ?

Girl Gang Dance In Train Sheila Ki Jawani : આજકાલનું યુવાધન સોશિયલ મીડિયામાં વ્યસ્ત છે અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તમે ઘણા લોકોને જોયા હશે જે રસ્તા પર દિલધડક સ્ટન્ટ કરતા હશે કે પછી ઘણીવાર કેટલીક યુવતી ટૂંકા કપડામાં ડાન્સ કરતી હોય કે પછી કપલ અશ્લીલ હરકતો પણ કરતા હોય. ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં યુવતીઓનું એક ગ્રુપ ટ્રેનમાં ડાન્સ કરતું જોવા મળે છે. જેને જોઈને લોકોની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

શીલા કી જવાની પર કર્યો ડાન્સ :

દિલ્હી મેટ્રોના આવા ઘણા વીડિયો વાયરલ થયા છે જેમાં યુવતીઓ ડાન્સ કરતી જોવા મળી રહી છે. હવે આ જ ટ્રેન્ડ ભારતીય રેલવેમાં પણ જોવા મળી રહ્યો છે. આ દિવસોમાં તેનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. આમાં, છોકરીઓનું એક જૂથ છે જે ટ્રેનના ડબ્બામાં ઉત્સાહપૂર્વક ડાન્સ કરી રહ્યું છે. આ લગભગ 11 છોકરીઓ છે અને તેઓ કમ્પાર્ટમેન્ટમાં દરેક સીટ પર ઉપર-નીચે બેઠી છે અને ફિલ્મ ‘તીસ માર ખા’ના પ્રખ્યાત ગીત ‘શીલા કી જવાની’ પર ડાન્સ કરી રહી છે.

કેમેરામાં બતાવ્યા એક પછી એક છોકરીના સ્ટેપ :

કેમેરા એક પછી એક દરેકના સ્ટેપ્સ બતાવી રહ્યો છે. જ્યારે તેને પહેલીવાર Instagram એકાઉન્ટ bomb_fire_india પર શેર કરવામાં આવ્યું હતું, ત્યારે તે વાયરલ થયું હતું. જ્યારથી આ વીડિયો સામે આવ્યો છે ત્યારથી લોકો તેના પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. જ્યારે કોઈ તેના વખાણ કરતા થાકતું નથી, તો ઘણા લોકો તેને બાલિશ અને સસ્તી ગણાવી રહ્યા છે. કેટલાક યુઝર્સે તો એમ પણ કહ્યું કે યુવતીઓ આ બધું કરીને ટ્રેનમાં અશ્લીલતા ફેલાવી રહી છે.

યુઝર્સે કરી કોમેન્ટ :

તો કોઈએ એમ પણ કહ્યું કે જ્યારે મિત્રો તમારી સાથે હોય ત્યારે ટ્રેનની મુસાફરી વધુ સુખદ બને છે. આ વીડિયોને લગભગ લાખો લોકોએ લાઈક કર્યો છે જ્યારે 7 હજાર લોકોએ તેના પર કમેન્ટ કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલો કિસ્સો નથી, પરંતુ તાજેતરમાં જ એક છોકરી ટ્રેનના ડબ્બામાં બેલી ડાન્સ કરતી જોવા મળી હતી. છોકરીની ડાન્સ મૂવ્સ અને સ્ટાઈલ એટલી અદભૂત હતી કે તેને જોઈને બધા તેના દિવાના થઈ ગયા.

Niraj Patel