આજની પેઢીને આ શું થયું છે ? છોકરીએ પોતાના મૃત પિતાની તસવીર પર કુતરા વાળું ફિલ્ટર લગાવીને વીડિયો બનાવ્યો.. જોઈને લોકોએ સંભળાવ્યું એવું એવું કે… જુઓ

આ છોકરીએ મૃત પિતાની તસવીર પર ડોગ ફિલ્ટર લગાવીને બનાવ્યો વીડિયો, હવે લોકો આપી રહ્યા છે એવી એવી પ્રતિક્રિયાઓ કે જુઓ

Girl puts dog filter on dead father : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે આજે તો ઓનલાઇન ઘણા બધા ફિલ્ટર પણ આવી ગયા છે અને લોકો આવા અવનવા ફિલ્ટર યુસ કરીને પણ પોતાના વીડિયો બનવતા હોય છે. પરંતુ ઘણીવાર આવા ચક્કરમાં લોકો એહદ સુધી જતા રહે છે કે તેમને પણ તે શું કરી રહ્યા છે તેનું ભાન નથી હોતું, હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક છોકરી પોતાના મૃત પિતાની તસવીર પર કુતરા વાળું ફિલ્ટર લગાવીને વીડિયો બનાવે છે.

મૃત પિતાના ચહેરા પર ડોગ ફિલ્ટર :

યુવતીની આ હરકત નેટીઝન્સને પસંદ આવી નથી. તેણે યુવતીને સખત ઠપકો આપ્યો. મામલો એવો છે કે છોકરીએ તેના મૃત પિતાની તસવીર પર ડોગ ફિલ્ટર લગાવ્યું હતું. ઘણી વખત ઈન્ટરનેટ આપણને રમુજી વિડીયો લાવે છે અને કેટલીકવાર વિડીયો આપણને શરમાવે છે. જો કે આ વખતે મામલાને એકતરફી કહી શકાય નહીં.

લોકોએ કરી ટ્રોલ :

એક છોકરીની તેના મૃત પિતાની તસવીર સાથેની મસ્તી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરીએ તેના મૃત પિતાની તસવીર પર ડોગ ફિલ્ટર લગાવીને તેને વાયરલ કરી દીધું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુવતી આગળ ઉભી છે અને પાછળ તેના મૃત પિતાની તસવીર દિવાલ પર લાગેલી છે. જેના બાદ યુવતી પોતાનો સેલ્ફી કેમેરો સ્ટાર્ટ કરે છે અને તેમાં ડોગ ફિલ્ટર લગાવે છે અને પછી છોકરીનો ચેહેરો અને તસવીરના ચહેરામાંથી ડોગની જેમ જીભ બહાર આવે છે.

જુઓ કેવી આપી પ્રતિક્રિયા :

વીડિયો બાદ લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ઘણા લોકોએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે તો કેટલાકે યુવતીનું સમર્થન કર્યું છે. એક યુઝરે લખ્યું- આ ઘણું મુશ્કેલ બની ગયું છે. સપોર્ટિંગ યુઝર કહે છે કે છોકરી તેના પિતાને મિસ કરી રહી છે. એકે લખ્યું- છોકરી તેના મૃત પિતાની તસવીર સાથે હસતી અને મજાક કરતી. બીજાએ લખ્યું છે- હે પ્રભુ! આજની પેઢીને શું થયું? આ ઉપરાંત પણ બીજા ઘણા લોકો આ વીડિયો અને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Niraj Patel