કરુણ અંતઃ ‘મેરી જાન, હું તમારા પાસે આવી રહી છું…’ પ્રેમીના આપઘાતની ખબર મળી તો લગ્નના ત્રીજા જ દિવસે પ્રેમિકાએ પણ આપી દીધો જીવ
Rajsthan Suicide News : ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર આપઘાતના ઘણા મામલા સામે આવે છે. કેટલીકવાર આવા મામલામાં પ્રેમ સંબંધ તો કેટલીકવાર અન્ય કારણો હોય છે. ત્યારે હાલમાં એક આપઘાતની રાજસ્થાનના બાડમેરમાંથી એવી ઘટના સામે આવી કે સૌ કોઇ ચોંકી ગયા. પ્રેમિકાના લગ્નથી નારાજ પ્રેમીએ કુવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી અને બીજી તરફ પ્રેમીના આપઘાતથી વ્યથિત નવપરિણીત પ્રેમિકાએ પણ લગ્નના ત્રીજા દિવસે કૂવામાં ઝંપલાવીને જીવનનો અંત આણી દીધો.
સુસાઇડ પહેલા કરી ફોટો પોસ્ટ
આત્મહત્યા કરતા પહેલા યુવતિએ સોશિયલ મીડિયા પર પોતાનો અને તેના બોયફ્રેન્ડનો એક સાથે ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું- ‘આપણે જીવવાની અને મરવાની પ્રતિજ્ઞા લીધી હતી, તો અમે એકલાએ આવું પગલું કેમ ભર્યું…’ ગર્લફ્રેન્ડે લખ્યું, ‘હું આ ક્રૂર દુનિયામાં હું એકલી છું, તમે કેમ છોડી ગયા ? કોઈ વાંધો નહીં.. હવે હું તમારી પાસે આવું છું. તમે હંમેશા મારી જાન રહેશો, બે દિવસ મોડી પડી. આના માટે સોરી જાન.
4 જુલાઇએ લગ્ન કર્યા હતા
વાસ્તવમાં શોભલા જેટમલની રહેવાસી અનિતા (22) અને પુરખારામ (28) વચ્ચે પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. બંને સ્પર્ધાની તૈયારી કરી રહ્યા હતા. દરમિયાન 4 જુલાઈના રોજ અનિતાના અન્ય જગ્યાએ લગ્ન થઈ ગયા હતા. તેનાથી હતાશ થઈને પુરખારામે ચોથી જુલાઈએ જ કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. 5 જુલાઈના રોજ જ્યારે પરિણીત પ્રેમિકા પોતાના ઘરે પરત આવી ત્યારે તેને તેના પ્રેમીના મોતની ખબર પડી.
નવપરિણીત મહિલાની લાશ કૂવામાં તરતી મળી આવી
જણાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારની સવારે એટલે કે 7 જુલાઈએ પરણિત અનિતા પિયરથી વાસણો લઈને પશુના વાડામાં ગઈ અને લાંબા સમય સુધી તે પરત ન આવતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી. પગના નિશાન શોધતા શોધતા સ્વજનો કુવા પર પહોંચી ગયા અને ત્યાં કુવા પાસે દૂધનો ઘડો રાખવામાં આવ્યો હતો અને કુવામાંથી નવપરિણીત મહિલાની લાશ મળી આવી. માહિતી મળતાં પોલીસે મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ત્યારબાદ પરિજનોને સોંપ્યો હતો.
પ્રેમીએ લગ્નના દિવસે જ કરી આત્મહત્યા
જણાવી દઈએ કે અનિતાના લગ્ન 4 જુલાઈના રોજ થયા હતા અને તે તેના સાસરે ગઈ હતી. તે જ દિવસે પ્રેમી પુરખારામનું કૂવામાં ડૂબવાથી મોત થયુ. મૃતકના પરિજનોનો આક્ષેપ છે કે તેણે આત્મહત્યા કરી છે. જો કે, તેના બે દિવસ બાદ નવપરિણીત યુવતીએ પણ કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો.

પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણનો મામલો
ધોરીમાન્ના પોલીસ સ્ટેશન ઓફિસર સુખરામ વિશ્નોઈના જણાવ્યા અનુસાર, 22 વર્ષની નવવિવાહિત અનિતાએ કૂવામાં કૂદીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલા મૃતકે એક સ્ટેટસ પણ પોસ્ટ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું જણાય છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.