બોલિવુડ અભિનેતા અરબાઝ ખાન તેની ફિલ્મો સિવાય તેની પર્સનલ લાઇફને લઇને ઘણો ચર્ચામાં રહે છે. અભિનેત્રી મલાઇકા અરોરા સાથે છૂટાછેડા બાદ તે ઇટાલિયન મોડલ જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. અરબાઝ અને જોર્જિયા ઘણીવાર એકસાથે જોવા મળે છે. જોર્જિયા લગભગ દરરોજ તેના જીમ લુકને કારણે ચર્ચામાં રહેતી હોય છે.
જોર્જિયા ફિટનેસ ફ્રીક છે અને તે તેની ફિટનેસ મેઇનટેન કરવા દરરોજ યોગા ક્લાસ કે જીમ અથવા તો મોર્નિંગ વોક પર નીકળેલી જોવા મળે છે. ત્યારે આ વચ્ચે જોર્જિયા સોશિયલ મીડિયા પર લોકોના નિશાના પર આવી ગઇ છે. જોર્જિયા હાલમાં પેપરાજીના કેમેરામાં સ્પોટ થઇ હતી અને આ દરમિયાન તેણે કંઇક એવું કર્યુ કે તે લોકોના નિશાના પર આવી ગઇ.
જોર્જિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા. આ દરમિયાન જોર્જિયા ગ્રે ટોપ અને ગ્રીન ટ્રાઉઝરમાં નજર આવી હતી. વીડિયોમાં એક મહિલા અને તેનો દીકરો જોર્જિયા પાસે ભીખ માગતા જોવા મળી રહ્યા છે અને આ દરમિયાન તેઓ પૈસા માગે છે તો જોર્જિયા તેમને પાણીની બોટલ આપે છે અને કહે છે કે તેની પાસે રોકડા નથી.
સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઇને જોર્જિયાને ટ્રોલ કરવામાં આવી રહી છે. એકે કમેન્ટ કરી લખ્યુ- આ લોકો ખાલી દેખાડાના અમીર લોકો છે. એક બીજાએ લખ્યુ- અમીર લોકો દિલના બહુ ગરીબ હોય છે. એકે લખ્યુ- પાણીની બોટલ કોઇ આપે કંઇ…આ ઉપરાંત ઘણા યુઝર્સ જોર્જિયાને ટ્રોલ કરી રહ્યા છે.
View this post on Instagram