ગીતાબેન રબારીએ પોતાના અવાજથી અમેરિકામાં વસતા ગુજરાતીઓને ઝુમતા કર્યા, થયો ડોલરિયો વરસાદ, જુઓ તસવીરો..
પોતાના સુરીલા અવાજથી ગુજરાતીઓનું દિલ જીતનાર લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી હાલ અમેરિકાના પ્રવાસે છે અને અમેરિકામાં તેઓ પોતાના કાર્યક્રમોમાં ધૂમ મચાવી રહ્યા છે, જેના ઘણા વીડિયો અને તસવીરો પણ સામે આવી રહી છે. ગીતાબેન રબારી સાથે તેમના પતિ પૃથ્વી રબારી પણ છે.
ગીતાબેન રબારીએ તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે જેમાં તેમને પોતાના અમેરિકાના પ્રવાસની શરૂઆતથી લઈને ત્યાં કરેલા કર્યક્રમોની ઝાંખી પણ શેર કરી છે. જેને તેમના ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.
ગીતાબેન રબારીએ દિલ્હી એરપોર્ટ ઉપરથી કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે એરપોર્ટ ઉપર હાથમાં સામન લઈને જોવા મળી રહ્યા છે. ગીતાબેન રબારી ગુજરાતમાં યોજાતા કાર્યક્રમો દરમિયાન મોટાભાગે તેમના પારંપરિક પરિવેશમાં જ જોવા મળે છે.
પરંતુ હાલ સામે આવેલા તેમના આ એરપોર્ટ લુકમાં તે વેસ્ટર્ન કપડામાં જોવા મળી રહ્યા છે, ચાહકોએ પણ ગીતાબેનનો આ નવો લુક ખુબ જ પસંદ આવી રહ્યો છે અને તેમની તસવીરોને લાઈક અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.
ગીતાબેને આ તસવીરો શેર કરવાની સાથે જ એક ખાસ કેપશન પણ આપ્યું છે, તેમને જણાવ્યું છે કે, “છેલ્લા 2 વર્ષી પછી આંતરરાષ્ટ્રીય મુસાફરી જવા માટે યુએસનો માર્ગ.” જેનો અર્થ થાય છે કે ગીતાબેન રબારી કોરોના કાળના બે વર્ષ બાદ હવે કોઈ વિદેશ પ્રવાસે ગયા છે.
આ ઉપરાંત ગીતાબેન રબારીએ પ્લેનની અંદરની પણ તસવીરો તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. જેમાં તે તેમની સીટ ઉપર બેસીને કેમેરા સામે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમના પતિ પૃથ્વી રબારી પણ તેમની સાથે છે.
અમેરિકાની ધરતી ઉપર પહોંચ્યા બાદ પણ ગીતાબેને તેમની તસવીરો ચાહકો સાથે શેર કરી છે. જેમાં તેમનું અમેરિકામાં થતું સ્વાગત પણ જોઈ શકાય છે. ગીતાબેન રબારીએ એટલાન્ટા પહોંચ્યા બાદ તેમની તસવીરો શેર કરી હતી, જે તેમને તસવીરોના કેપશનમાં જણાવ્યું હતું.
ગીતાબેન દેશમાં હોય કે વિદેશમાં તે પોતાના ચાહકો સાથે હંમેશા જોડાયેલા રહે છે, અને તેમના વીડિયો અને તસ્વીરોમાં તેમના કાર્યક્રમોની ઝાંખી પણ ઘરે બેઠા નિહાળી શકાય છે, ત્યારે હાલ તેઓ અમેરિકામાં હોવા છતાં પણ ગુજરાતીઓને સોશિયલ મીડિયા દ્વારા પોતાના કર્યક્રમોની ઝાંખી બતાવતા રહે છે.
ગીતાબેન રબારીએ તેમના ઇન્સ્ટાગ્રામમાં અમેરિકામાં યોજાયેલા કાર્યક્રમોના વીડિયો પણ શેર કર્યા છે, જેને તેમના ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. પોતાના સુમધુર અવાજથી તે અમેરિકામાં વસતા ગુજરાતીઓને પણ ઝુમાવતા નજર આવી રહ્યા છે.
View this post on Instagram
અમેરિકામાં પણ ગીતાબેન પોતાના કર્યક્રમોમાં ગુજરાતી સંસ્કૃતિને જીવંત રાખતા જોવા મળી રહ્યા છે. તેમને ત્યાંના કાર્યક્રમ સમએ પારંપરિક પહેરવેશ પહેર્યો છે. અને તે પોતાના સુર તાલ અને સુમધુર અવાજ સાથે લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે.
View this post on Instagram
આ ઉપરાંત અમેરિકામાં ગીતાબેનના કાર્યક્રમમાં ડોલરનો વરસાદ થતો પણ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ગીતાબેન રબારી છેલ્લે વર્ષ 2019માં અમેરિકાના પ્રવાસે ગયા હતા અને તે દરમિયાન પણ તેમને ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. જેને પણ ચાહકોએ ખુબ જ પસંદ કર્યા હતા.