રાજભા ગઢવી અને ગીતાબેને ઈંગ્લેન્ડમાં મચાવી ધૂમ, ડાયરાની અંદર એવો અનોખો માહોલ સર્જ્યો કે… જુઓ
Gitaben and Rajbha’s Dayro in England : ગુજરાતની ધરતી પર ઘણા બધા ગાયકો થઇ ગયા છે, જેમને દુનિયાભરમાં આગવું નામ બનાવ્યું છે. તેમાં પણ ગુજરાતી કલાકારો જ્યારે ડાયરાના મંચ પરથી ડાયરાના સુર છેડે ત્યારે હજારોની સંખ્યામાં લોકો ઝૂમી ઉઠતા હોય છે અને તેમના ડાયરામાં લાખો રૂપિયા પણ ઉડાવતા હોય છે. ત્યારે એવા જ ગાયકો છે ગીતાબેન રબારી અને રાજભા ગઢવી.
આ કલાકારો ભારતની સાથે સાથે વિદેશમાં પણ કાર્યક્રમો છે અને વિદેશમાં પણ પોતાના ડાયરાની અંદર ધૂમ મચાવતા હોય છે,ત્યારે ગીતાબેન રબારી અને રાજભા ગઢવીએ પણ એવી જ ધૂમ ઈંગ્લેન્ડમાં મચાવી હતી. વિદેશમાં પણ તેમના ડાયરાની અંદર સેંકડો લોકો આવી પહોંચ્યા હતા.
ભારતમાં તમે ડાયરાની અંદર જોયું હશે કે શ્રોતાજનો ડાયરા કલાકાર પર ચલણી નોટોનો વરસાદ કરતા હોય છે, તેમ વિદેશમાં પણ આ કલાકારો પર ડોલર અને પાઉન્ડનો વરસાદ થતો જોવા મળે છે. યુકેમાં યોજાયેલા રાજભા ગઢવી અને ગીતાબેનના ડાયરામાં પણ આવો જ માહોલ જોવા મળ્યો હતો.
ત્યારે ગીતાબેન રબારીએ યુકેમાં ડાયરા સાથે સાથે ફરવાની પણ મજા માણી હતી. તેમને તેમના સોશિયલ મીડિયામાં તેમની ઘણી બધી તસવીરો શેર કરી છે. જેમાં તે વેસ્ટર્ન કપડાંની અંદર અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહ્યા છે. ગીતાબેન દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરોને પણ ચાહકો હવે ખુબ જ પસંદ કરી રહ્યા છે.
ગીતાબેને બર્મિંઘમ સિટીમાં ઉભા રહીને ખુબ જ શાનદાર પોઝ પણ આપ્યા છે, આ તસ્વીરોમાં તે જીન્સ અને શર્ટમાં જોવા મળી રહ્યા છે. ચાહકો પણ હવે તેમની આ તસવીરો પર ભરપૂર કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત પણ તેમને બીજી ઘણી તસવીરો શેર કરી છે.
View this post on Instagram
તો રાજભા ગઢવીએ પણ તેમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ગાડીમાં બેઠેલા જોઈ શકાય છે, આ વીડિયોમાં તેમની સાથે ગુજરાતના અન્ય એક ખ્યાતનામ ગાયક ઉમેશ બારોટ પણ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન રાજભા ગઢવી ગાતા પણ જોવા મળી રહ્યા છે.