“કચ્છી કોયલ” ગીતાબેન રબારીનું ઘર કોઈ આલીશાન મહેલ કરતા જરા પણ કમ નથી, જુઓ ગૃહ પ્રવેશ કરતા સમયની શાનદાર તસવીરો

“કચ્છી કોયલ” Geeta Ben Rabari. એ પોતાના નવા ઘરમાં પતિ સાથે કર્યો ગૃહ પ્રવેશ, જુઓ આ વૈભવી ઘરની આલીશાન તસવીરો

ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા ગીતાબેન રબારીનું નામ આજે ગુજરાતના ખૂણે ખૂણે જાણીતું છે. તે તેમની ગાયિકીથી આજે ઘર ઘરમાં ખ્યાતિ પામી ચુક્યા છે. ગીતાબેનની ગાયિકી સાથે તેમના જીવન વિશે પણ ઘણા લોકો જાણવા માંગે છે.

ત્યારે હાલ જ ગીતાબેન  રબારીએ પોતાના નવા ઘરની અંદર ગૃહ પ્રવેશ કર્યો છે, અને તેમના આ આલીશાન ઘરની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

ગીતાબેન રબારીને “કચ્છી કોયલ” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો અવાજ ચાહકોના દિલમાં એક ગજબનો જાદુ ચલાવે છે. ત્યારે ગીતાબેન રબારીએ હાલમાં જ પોતાના ઘરની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ઘરની અંદર પૂજા કરતા જોવા મળી રહ્યા છે.

ગીતાબેન રબારીએ શેર કરેલી તસ્વીરોની અંદર તે પોતાના પતિ પૃથ્વી સાથે ઘરમાં ગૃહ પ્રવેશની પૂજા કરી રહ્યા છે. આ તસ્વીરોની અંદર જ ઘરની ભવ્યતા જોવા મળી રહી છે. જોકે હજુ સુધી એ વાત સામે નથી આવી કે ગીતાબેન રબારી દ્વારા ખરીદવામાં આવેલું આ ઘર ક્યાં વિસ્તારની અંદર આવેલું છે. પરંતુ સોશિયલ મીડિયામાં તેમના આ નવા ઘરની તસવીરો વાયરલ જરૂર થઇ રહી છે.

31 ડિસેમ્બર 1996ના રોજ કચ્છના તપ્પર ગામમાં જન્મેલા ગીતાબેન રબારીએ જયારે પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારથી જ ગાવાનું શરુ કરી દીધું હતું. તેઓએ સંગીતનું શિક્ષણ નથી લીધું.

આજે ગીતાબેન રબારીને હવે તેમને આખું ગુજરાત ઓળખે છે, તેમની લોકપ્રિયતા વધી છે, તેમ છતાં તેઓ પણ તેઓ વર્ષો સુધી પોતાના ગામની અંદર જ પોતાના માતા-પિતા સાથે રહેતા હતા, અને હંમેશા પોતાના પારંપરિક પરિધાનમાં જ જોવા મળે છે.

માતા-પિતાની એકમાત્ર સંતાન ગીતા ભજન, સંતવાણી, ડાયરા, લોકગીત જેવા કાર્યક્રમો કરે છે. તેમના બે ગીતો “રોણા શેરમાં રે” અને “એકલો રબારી” જે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. આ સિવાય તેમને ગરબાનો આલ્બમ પણ કર્યો છે.

ગીતા રબારી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ ગાવા લાગ્યા છે, અને તેમનો અવાજ સારો હોવાને કારણે આસ-પાસના ગામના લોકો તેમને ગાવા માટે બોલાવતા હતા. શરૂઆતમાં તેમને થોડા-ઘણા પૈસા મળી જતા હતા, પરંતુ પછી તેમની પ્રસિદ્ધિ વધી અને આજે તેઓ ગુજરાતના જાણીતા કલાકારો સાથે કાર્યક્રમો કરે છે.

ગીતા રબારીનું કહેવું છે કે તેમની પ્રસિદ્ધિથી સૌથી વધુ તેમની માતા ખુશ છે. એમના બે ભાઈઓ પણ હતા, જેમનું અકાળ મોત થઇ ગયું. ‘મારી મહેનત રંગ લાવી, આજે કચ્છ જ નહિ, પણ આખું ગુજરાત મને ઓળખે છે.’ તેમને ફક્ત ધોરણ 10 સુધી જ અભ્યાસ કર્યો છે, અને એ પછી પોતાનું બધું જ ધ્યાન ગાવા પર જ આપી રહયા છે.

આજે ગીતાબેન રબારી માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં એક આગવું નામ બની ગયા છે, આજે તે ગુજરાતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ કાર્યક્રમો કરવા માટે જાય છે અને પોતાના અવાજથી તે તેમનું અને ગુજરાતનું નામ દુનિયાભરની અંદર ગુંજતું કરે છે.

Niraj Patel