500 રૂપિયા માટે પ્રેમીએ વેચી, કેટલી અમાસને છોડીને ચાંદ બની હતી ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ ઉર્ફે ‘કોઠેવાળી’- આજે વાંચો પુરી સ્ટોરી
ફિલ્મ “ગંગુબાઇ કાઠિયાવાડી”ની ચર્ચા ઘણા લાંબા સમયથી છે. આ ફિલ્મમાં બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ લીડ રોલ પ્લે કરી રહી છે. ફિલ્મનુંં ટીઝર પણ રીલિઝ થઇ ચૂક્યુ છે. આ ફિલ્મમાં આલિયાના રોલને લઇને ઘણી ચર્ચાઓ છે અને એવામાં સૌ કોઇ જાણવા ઇચ્છે છે કે આ “ગંગુબાઇ કાઠિયાવાડી” છે કોણ ?
ગંગુબાઇ ગુજરાતના કાઠિયાવાડની રહેવાસી છે. તેમનું નામ ગંગા હરજીવનદાસ કાઠિયાવાડી હતું. તેઓ ગુજરાતના કાઠિયાવાડના એક સમૃદ્ધ પરિવારની દીકરી હતી. એવું કહેવામાં આવે છે કે, તેઓ હિરોઇન બનવાના સપના જોતા હતા. જો કે, 16 વર્ષની ઉંમરે તેમને તેમના પતિના એકાઉંટેંટ સાથે પ્રેમ થઇ ગયો હતો. જેને કારણે તેઓ મુંબઇ આવી ગયા.
ગંગુબાઇ હંમેશાથી અભિનેત્રી બનવા ઇચ્છતા હતા. તેઓ આશા પારેખ અને હેમા માલિની જેવી અભિનેત્રીઓના મોટા ચાહક હતા. પરંતુ તેમની કિસ્મતે તેમનો સાથ ન આપ્યો. તેમના પતિએ તેમને મુંબઇના કમાઠીપુરાના રેડ લાઇટ વિસ્તારમાં એક કોઠા પર તેમને 500 રૂપિયામાં વેચી દીધી હતી.
તેઓ કોઠામાં ઘણા દિવસ સુધી રોયા અને બાદમાં તેઓઓ તેમના આંસૂઓને પાછળ મૂકીને તેમના જીવનને સુધારવાનું કામ કર્યું. તેઓને તેમના જેવી સતાવેલી છોકરીઓ સાથે હમદર્દી થઇ અને તે વાત તેમના મનમાં રહી કે તેઓએ આવી છોકરીઓનું જીવન સારૂ કરવાની જવાબદારી લીધી.
વધારે સમય ન લાગ્યો અને તેઓ કમાઠીપુરાના સૌથી મોંઘા વર્કરમાં સામેલ થઇ ગયા. તેઓએ તેમના હોંસલા અને તેમની સૂઝબૂઝથી તેમની એક અલગ ઓળખ બનાવી.
મુંબઇના ખૂબ જ ચર્ચિત રેડ લાઇટ એરિયા કમાઠીપુરાના કોંઠોની ગલીઓમાં ગંગુબાઇનું નામ આજે પણ યાદ કરવામાં આવે છે. આ ફિલ્મનું પહેલું ટિઝર બુધવારે જ રીલિઝ કરવામાં આવ્યુ છે અને તેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઇ રહી છે.
View this post on Instagram
“ગંગુબાઇ કાઠિયાવાડી” ફિલ્મની વાર્તા “ધ ક્વીન ઓફ મુંબઇ” પર આધારિત છે. આ પુસ્તકના લેખક હુસૈન જૈદી છે.
ગંગુબાઇની આ જ કહાની સંજય લીલા ભણસાલી તેમની ફિલ્મ દ્વારા બતાવવા જઇ રહ્યા છે. આલિયા ભટ્ટ આ ફિલ્મમાં ગંગુબાઇના પાત્રમાં છે. તે પહેલીવાર પડદા પર ડોનની ભૂમિકામાં જોવા મળશે.
View this post on Instagram