અજબગજબ પ્રસિદ્ધ

કોરોના માસ્કની એવી તસવીરો જેને દુનિયાભરમાં મચાવી દીધી ધમાલ, તમે પણ જુઓ

દેશભરમાં કોરોના વાયરસનો ખતરો લાગુ થયો અને સાવચેતીના ભાગ રૂપે માસ્ક જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો, વાયરસથી બચવા માટે માસ્ક ખુબ જ ઉપયોગી હોવાનું જણાવવામાં આવ્યું, જેના કારણે દરેક વ્યક્તિ હવે માસ્ક સાથે જોવા મળે છે. સરકાર પણ હવે માસ્ક ના પહેરનાર વ્યક્તિઓને દંડ ફટકારે છે. માસ્કનો રોજિંદા જીવનમાં ઉપયોગ થવાની સાથે જ બજારની અંદર અવનવા માસ્ક આવી ગયા. ઘણા લોકોએ તો એવા માસ્ક પહેર્યા જેની ચર્ચાઓ દુનિયાભરમાં થવા લાગી આજે અમે તમને એવા જ કેટલાક માસ્ક બતાવીશું જેને દુનિયાભરમાં ધમાલ મચાવી દીધી છે.

Image Source

માસ્કની અંદર હવે તમારો માસ્કની પાછળ ઢંકાયેલો ચેહરો પણ પ્રિન્ટ કરીને દેખાવવા લાગ્યો, અને ઘણા લોકોએ તો આ પ્રિન્ટિંગ માસ્કની અંદર પણ પોતાના ચહેરાને હાસ્યસ્પદ બનાવ્યો જેમાં કોઈએ મોટા દાંત કરાવ્યા તો કોઈએ મોટા હોઠ.

Image Source

ઘણા લોકોએ તો માસ્કની ઉપર જ અલગ અલગ પ્રાણીઓના ચિત્રો પણ બનાવીને માસ્ક પહેર્યા, જેમાં ઘણા લોકોએ વાંદરાનો ફેસ પણ ચીતરાવ્યો, તો ઘણા લોકોએ પોતાની બીઅર્ડ પણ માસ્ક ઉપર ચીતરાવી લીધી.

Image Source

થોડા દિવસ પહેલા જ મહારાષ્ટ્રના પુણેમાં રહેવા વાળા શંકર કુરાડે સોનાનું માસ્ક બનાવીને ચર્ચામાં આવી ગયો હતો. તેને 2.89 લાખ રૂપિયાનું સોનાનું માસ્ક બનાવડાવ્યું હતું.

હાલમાં કોરોના વાયરસના કારણે માસ્ક જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે, અને માસ્ક દ્વારા જ આપણે કોરોના વાયરસથી બચી શકીએ છીએ. પરંતુ હાલ સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકોએ માસ્કની એવી તસવીરો મૂકે છે જે જોઈને હસવું પણ આવે અને આ તસવીરો વાયરલ પણ થઇ જાય છે.

ઘણા લોકોએ સોના ચાંદીના માસ્ક બનાવ્યા તો ઘણા લોકોએ માસ્કની અંદર પણ એલઇડી લાઈટ મૂકીને માસ્કને વધુ આકર્ષક બનાવવાના પ્રયાસો કર્યા છે.

Image Source

હવે તો ઓનલાઈન પણ એવા ઘણા માસ્ક ઉપલબ્ધ છે જેને ખરીદવાની તમને પણ ઈચ્છા થઇ જાય, અને તેમાં છપાયેલો ચહેરો ઘણો જ હાસ્યસ્પદ પણ લાગે.

Image Source

ઘણા લોકો તો એવા માસ્ક પણ પહેરે છે જેના દ્વારા એ પણ સમજાતું નથી કે તેમને માસ્ક પહેર્યું છે કે તેમનો ચહેરો જ એવો છે. અને જયારે તેઓ સોશિયલ મીડિયામાં પોતાની તસવીરો શેર કરે છે ત્યારે તે તસવીરો પણ વાયરલ થઇ જાય છે.

Image Source