ખબર

કોરોનાની મહામારી વચ્ચે આવ્યા રાહતના સમાચાર, દેશના આ 3 રાજ્ય થયા કોરોના મુક્ત

દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દેશમાં કોરોનાની સંખ્યા રીતે વધારો થયો છે. આ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં હવે 3 રાજ્યો સંપૂણ કોરોનામુક્ત થઇ ગયા છે. આ ત્રણ રાજ્યમાં કોરોનાના દર્દીઓ સાવ કોરોનમુક્ત થઇ ગયા છે. આ ત્રણ રાજ્યમાં કેરળ, ગોવા અને મણિપુરનો સમાવેશ થાય છે.તાજો મામલો ત્રિપુરાનો છે. અહીં કોરોનાના તમામ દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે ગોવા અને મણિપુર પણ એવા રાજ્યોમાં સામેલ છે જ્યાં કોરોનાનો પ્રકોપ નથી. આ રાજ્ય પણ કોરોનાથી મુક્ત થઈ ગયા છે.

ગોવામાં કોરોના 7 દર્દી ઠીક થઇ ગયા હોય હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણાએ આ જાણકારી રવિવારે આપી હતી. આ સાથે જ કહ્યું હતું કે, ગોવા કોરોના મુક્ત થઇ ગયું છે.

મણીપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેને કહ્યું હતું કે, હું આ વાત જણાવીને ઘણો ખુશ છું કે મણિપુર કોરોનાથી મુક્ત થઇ ગયું છે. બધા જ દર્દીઓ ઠીક થઇ ગયા છે.રાજ્યમાં હવે કોઈ નવા મામલા સામે નથી આવ્યા.

જણાવી દઈએ કે,તાજા આંકડા મુજબ હાલ દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 23,077 છે. જેમાંથી 721 લોકોના મોત થયા છે અને 5,012 લોકો સાજા થઈને ઘરે ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1409 કેસ સામે આવ્યાં છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ 78 જિલ્લાઓમાંથી 14 દિવસમાં કોરોનાના કોઈ નવા કેસ સામે આવ્યાં નથી. આ ઉપરાંત 9 રાજ્યોના 33 જિલ્લાઓમાં કોરોનાનો કોઈ કેસ સામે આવ્યો નથી. 12 જિલ્લા એવા છે જ્યાં 28 દિવસથી કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી.

તો બીજી તરફ સરકારે લોકડાઉનને લઈને મોટી જાહેરાત કરી હતી. પંખા અને પુસ્તકોની દુકાનોને લોકડાઉનમાં છૂટ અપાઈ હતી. ગ્રામીણ વિસ્તારોમાં પણ છૂટને આગળ વધારવામાં આવી હતી. આ ઉપરાંત લોટ, દાળ મિલ અને પ્રીપેડ રિચાર્જ દુકાનોને પણ છૂટ અપાઈ હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.