ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુંબઈ ફોરેન્સિક લેબની મોટી લાપરવાહી ઝડપાઇ, જાણો વિગત

અભિનતા સુશાંત સિંહ રાજપૂત કેસનું રહસ્ય ઘેરાતું જાય છે. આ કેસમાં હવે ડ્રગ્સ એન્ગલ પણ સામે આવી ગયું છે, જેમાં ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકોની ધરપકડ અને પુછપરછ ચાલી રહી છે. સુશાંત રાજપૂત કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે હાલમાં જ મુંબઈ ફોરેન્સિક લેબની મોટી લાપરવાહી સામે આવી છે. ફોરેન્સિક લેબ દ્વારા સુશાંતના વિસરા રિપોર્ટમાં ડ્રગ્સ ટેસ્ટ કરવામાં નહોતો આવ્યો, જેના કારણે એ ખબર પડી શકે કે સુશાંતને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું કે નહીં.

Image Source

સુશાંતનો પરિવાર સતત આરોપો લગાવી રહ્યા છે કે તેમના દીકરાને બળજબરીથી ડ્રગ્સ આપવામાં આવી રહ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મુંબઈની ફોરેન્સિક લેબ દ્વારા હાઈ પ્રેશર થીન લેયર ક્રોમેટોગ્રાફી ટેસ્ટ નથી કર્યો. લેબે સુશાંતની રૂટિન વિસરા તપાસ કરી હતી. સીબીઆઈ હવે એ તપાસ કરી રહી છે કે તેમને આ કેમ ના કર્યું.

Image Source

મુંબઈની ફોરેન્સિક લેબમાં આ લાપરવાહી ઉપર એઇમ્સ ડોક્ટર પણ સવાલ ઉભા કરી રહ્યા છે. એઈમ્સના ડોક્ટરોએ જે ફોરેન્સિક રિપોર્ટ સીબીઆઈને સોંપી છે તેમાં મોટાભાગના બિંદુઓ ઉપર તેમની તપાસ એજન્સી સાથે સહમત થઇ ગઈ છે. એઇમ્સના ડોક્ટરોને ફોરેન્સિક તપાસમાં હત્યાની કોઈ સાબિતી નથી મળી. જો કે સીબીઆઈ હજુ હત્યાના એન્ગલની તપાસથી ઇન્કાર નથી કરી રહી.

Image Source

એઇમ્સની ટીમે જે રિપોર્ટ સીબીઆઈને આપ્યો છે તેમાં લખ્યું છે કે તેના શરીરમાં ઝેરનું કોઈ અંશ મળ્યું નથી. સુશાંતના વિસરા રિપોર્ટમાં એ સ્પષ્ટ થઇ ગયું છે કે તેને ઝેર આપવામાં નહોતું આવ્યું.  કારણે રિપોર્ટમાં ઝેરનો અંશ મળ્યો નથી. આ રીતે સુશાંતના પિતાએ જે આરોપ લગાવ્યા હતા કે તેને ઝેર આપીને મારવામાં આવ્યો હતો તેવી કોઈ વાત વિસરા રિપોર્ટમાં જોવા નથી મળી.

Image Source

એઇમ્સના ડોક્ટરોની આ તપાસ પુરી ના કહી શકાય, કારણ કે  સૌથી પહેલા જ્યાં અને જે રીતે પોસ્ટમોર્ટમ થયું અને એઇમ્સના ડોક્ટરોએ પોસ્ટમોર્ટમની લઈને પણ સવાલ ઉઠાવ્યા છે. તે હજુ પણ કાયમ છે. એ ના ઉકેલાયેલા સવાલોના જવાબમાં એઇમ્સ ડોક્ટર હજુ પણ તપાસ કરશે. તેની સાથે જ એઇમ્સની ટિમ સીબીઆઈ સાથે હજુ એક-બે બેઠક વધુ પણ કરશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.