ખબર

ફલાઇટ અટેન્ડેન્ટે મુસાફરને માર્યો તમાચો, મુસાફરે પણ આપ્યો જવાબ, વાયરલ થઇ રહ્યો છે વિડીયો

સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં કેબીન ક્રૂ અને મુસાફર વચ્ચે પહેલા બહેસ થઇ પછી મારામારી થતો જોવા મળે છે. ડેઇલી મેલના રિપોર્ટ અનુસાર, એક પુરુષ મુસાફરે એરહોસ્ટેસને થપ્પડ મારી અને ચહેરા પર થૂંક્યો પણ ખરો.

Image Source

વાયરલ વિડીયો બ્રસેલ્સ એરલાઈન્સની એક ફ્લાઈટનો છે જેમાં મુસાફર આરોપ લગાવે છે કે ફલાઇટ અટેન્ડેન્ટ દ્વારા તેના સાસુની મદદ કરવામાં નથી આવી. લગભગ 2 મિનિટના આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક અન્ય ફ્લાઇટ અટેન્ડેન્ટ મુસાફરને શાંત કરવાની કોશિશ કરી રહ્યો છે. વીડિયોમાં સંભળાઈ રહ્યું છે કે એ મુસાફરની પત્ની બહેસ દરમ્યાન મેલ અટેન્ડેન્ટને મારવા માટે તેને પતિને કહી રહી છે.

Image Source

ફ્લાઇટ અટેન્ડેન્ટ સુપરવાઈઝરે વચ્ચે પડીને બચાવની કોશિશ કરી તો મુસાફરે તેની સાથે પણ ખરાબ રીતે વાત કરી અને ફ્લાઇટ અટેન્ડેન્ટના ચહેરા સુધી હાથ પણ લાગ્યો. ત્યારે સુપરવાઈઝરે ચેતાવી આપી કે કોઈપણ અનુચિત વ્યવહાર તેને પરેશાનીમાં મૂકી શકે છે. આ પછી તે સુપરવાઈઝર પોતાના ગાલ પરથી કઈંક હટાવતી દેખાય છે અને પછી એ વ્યક્તિને ખેંચીને તમાચો મારે છે. જેના પર આ મુસાફર પણ તેને થપ્પડ મારે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયો પર કે ઘટના પર હજુ સુધી એરલાઈન્સની કોઈ પણ પ્રતિક્રિયા સામે આવી નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.