ફિલ્મ ‘કરન-અર્જુન’ તો તમે ઘણી વાર જોઈ હશે, પણ શું તમે ક્યારેય નોટીસ કરી છે આ ફિલ્મની 10 મોટી ભૂલો, ઘણા લોકો ભૂલ શોધવામાં થયા છે ફેલ…

0

બોલિવૂડમાં ઘણી એવી ફિલ્મો બની છે, જેને એકવાર જોયા પછી પણ બીજી-ત્રીજીવાર જોવાની ઈચ્છાઓ થાય. એમાં પણ 90ના દાયકાનો એવી ઘણી ફિલ્મો છે, કે જેને આપણે વારેવારે જોઈ હશે અને જેના તો ડાયલોગ્સ પણ આપણને મોઢે થઇ ગયા હશે. એવી જ એક ફિલ્મ વિશે આજે આપણે વાત કરીશું કે જે એક સુપર હિટ ફિલ્મ હતી, જેમાં બે ખાન સલમાન અને શાહરુખ સાથે જોવા મળ્યા હતા.

1995ની સુપર હીટ ફિલ્મ ‘કરન અર્જુન’ રીલીઝ થયાની 24 વર્ષ પુરા થઇ ગયા છે. આ આખી ફિલ્મ રાજસ્થાનના જુદા જુદા સ્થળો પર શૂટ કરવામાં આવી હતી. ખાસ કરીને, બે જગ્યાઓ વિશે જણાવવું ખુબ જરૂરી છે. જેના પર ફિલ્મની આખી વાર્તા ફરે છે. એક ઠાકુર દુર્જન સિંહ (અમરશ પૂરી) ની હવેલી અને બીજુ કરન-અર્જુનનું ગામ.

Image Source

આ ફિલ્મમાં સલમાન-શાહરુખ ખાનની જોડી નજરમાં આવી છે. પુનર્જન્મ અને બદલાની ભાવનાવાળી આ વાર્તાનું નિર્દેશન રાકેશ રોશને કર્યું છે. ફિલ્મમાં મ્યુઝીક પણ રાકેશ રોશનનું જ છે. 90ના દાયકાના બાળકો તો બાળપણથી જ આ ફિલ્મ જોતા આવ્યા છે. તે છતાં પણ આજે પણ આ ફિલ્મ દરેકની ફેવરીટમાની એક છે.

જો કે આ ફિલ્મને તો તમે ઘણીવાર જોઈ હશે પણ શું તમારું ધ્યાન ક્યારેય તેમાં થયેલી ભૂલો પર નહી ગયું હોય. અને જો નથી ગયું તો ચાલો અમે તમને જણાવી દઈએ આ ફિલ્મ થયેલી અમુક એવી ભૂલો.

Image Source

1. જાદુઈ લોટો:

એક સીનમાં જયારે સલમાન પોતાની માતાજીને લોટો આપે છે ત્યારે તે નાનો હોય છે પણ બીજા સીનમાં તે તરતજ મોટો બની જાય છે. લાગે છે કે જાદુઈ લોટો છે.

2. ઈજા ક્યાંક, ખૂન ક્યાંક:

કરન-અર્જુનની માતાજીના એક સીનમાં તેમને ડાબી બાજુએ ઈજા થયેલી છે જયારે બીજા સીનમાં તે જયારે મંદિર પહોંચે છે ત્યારે તેને જમણી બાજુએ લોહી નીકળતું દેખાઈ છે.

3. ગાયબ થઇ ગયા લોકો:

ફિલ્મના એક સીનમાં જયારે લોકો કમાઈ લેવા માટે લાઈનમાં ઉભા છે ત્યારે કરન-અર્જુન લાઈનમાં દુર-દુર સુધી જોવા નથી મળતા. પણ ત્રણ લોકોની કમાણી લીધા બાદ તરતજ બંન્નેનો નંબર આવે છે અને પાછળના લોકો પણ ગાયબ થઇ ગયેલા જોવા મળે છે.

Image Source

4. બાળક થઇ ગયું ગંદુ:

ફિલ્મમાં જયારે ડોક્ટર બાળકને જન્મ અપાવીને હાથમાં લે છે ત્યારે તે એકદમ સાફ હોય છે પણ બીજા જ સીનમાં તે ગંદુ દેખાઈ આવે છે.

5. સલમાન પાસે આવી ગયા પથ્થર:

ફિલ્મના એક સીનમાં જયારે સલમાન નદીની પાસે સૂતેલો હોય છે ત્યારે આસપાસ કાઈ પણ નથી હોતું. પણ બાદમાં પછીના સીનમાં તેની આસપાસ મોટા-મોટા પથ્થર આવી જાય છે.

6. બદલાઈ ગયો ઘાવ:

ફિલ્મમાં જયારે સલમાન-શાહરૂખ કાલીયા સાથે લડાઈ કરે છે તો તેના મુક્કા બાદ કાલીયાના આંખ પરથી ખૂન નીકળવા લાગે છે જયારે બીજા સીનમાં આંખની નીચેથી લોહી નીકળતું દેખાઈ છે.

Image Source

7. આ પુરુષ ક્યાંથી આવી ગયો:

ફિલ્મમાં દુર્જન સિંહની કાર દુર્ગાના એકદમ નજીક પહોંચવા જવાની હોય છે ત્યારે, ત્યાં આસપાસ તો શું પણ દુર-દુર સુધી કોઈજ હોતું નથી. પણ પછીના સીનમાં એક પુરુષ ક્યાંકથી ટપકી પડે છે અને દુર્ગાનો જીવ બચાવી લે છે.

8. અચાનક આવી ગઈ આ વસ્તુઓ:

ઈમેજમાં બતાવેલા ફિલ્મના સીનમાં ટેબલ ઉપર વધુ વસ્તુઓ નથી હોતી પણ પછીના જ સીનમાં તેજ જગ્યા પર સોફા, ટેલીફોન, જેવી અન્ય વસ્તુઓ નજરમાં આવે છે.

9. બદલાઈ ગયું બેકગ્રાઉન્ડ:

ફિલ્મના એક સીનમાં જ્યારે મુંશી, દુર્ગાના ઘરે અંદર આવીને બેસે છે ત્યારે ત્યાનું બેકગ્રાઉન્ડ અને પછીના સીનનું બેકગ્રાઉન્ડ અલગ-અલગ જોવા મળે છે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here