એક પિતાએ પોતાના દીકરાને ખુશ કરવા માટે બનાવી લાકડાની ટેન્ક, વીડિયો જોયા બાદ તમે પણ કહેશો, “પપ્પાનો પ્રેમ અનોખો હોય છે !”

દરેક પિતાની ઈચ્છા હોય છે કે તેના સંતાનો માટે તે તનતોડ મહેનત કરે અને તેમના સપના પુરા કરે. સોશિયલ મીડિયામાં પિતાના પ્રેમના ઘણા બધા વીડિયો પણ આપણે વાયરલ થતા જોયા છે, ત્યારે હાલ એવા જ એક પિતાના પ્રેમનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે લોકોના પણ દિલ જીતી રહ્યો છે. આ વીડિયોમાં એક પિતા પોતાના પુત્રને ખુશ કરવા તેમની જૂની કારને ટેન્કમાં ફેરવે છે અને તેના પર સવારી કરે છે. આ વીડિયો જોયા બાદ લોકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ટેન્ક ઉપર બેઠો છે. આ ટેન્ક લાકડાની છે, જે આ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવી છે. પોતાના પુત્રને ખુશ કરવા માટે આ વ્યક્તિએ લાકડાની ટેન્ક બનાવી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પિતાનો પ્રેમ પણ જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે પિતા તેના દીકરાને ટેન્કમાં બેસાડે છે અને તેની સવારી પણ કરાવી રહ્યા છે, આ દરમિયાન દીકરાના ચહેરા ઉપર પણ ખુશી જોવા મળી રહી છે. દીકરો પણ પિતાની મહેનતથી બનાવવામાં આવેલી આ ટેન્કને જોઈને ખુબ જ ખુશ છે, રસ્તા ઉપર પણ આ ટેન્કને જોઈને લોકો હેરાન રહી જાય છે.

આ વીડિયોની અંદર પિતા દાવર ટેન્ક બનાવવા માટે કરવામાં આવેલી મહેનત પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. આ ઉપરાંત પિતા ટેન્ક બનાવવાની કહાની પણ જણાવતા જોવા મળી રહ્યા છે, સોશિયલ મીડિયામાં પિતાના આ પ્રેમના પણ લોકો વખાણ કરી રહ્યા છે, આ વીડિયોને સોશિયલ મીડિયા ઉપર ઉમાશંકર નામના યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

Niraj Patel