ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ હાર પછી પાકિસ્તાનની આબરૂ જતા ભારતીય ફેન્સે ઉડાડી ઠેકડી…જુઓ કેવી મજાક થઇ ગઈ

T20 વર્લ્ડ કપ 2021ના ફાઇનલિસ્ટ નક્કી થઈ ગયા છે. 14 નવેમ્બરે યોજાનારી વર્લ્ડ કપ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમો સામસામે ટકરાશે. આ પહેલા, ગુરુવારે રમાયેલી બીજી સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાનને 5 વિકેટે હરાવી ફાઇનલમાં પોતાની જગ્યા નિશ્ચિત કરી હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. કાઉન્ટર ઇનિંગ્સ રમવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે હાર બાદ સોશિયલ મીડિયા પર પાકિસ્તાન ટીમને લઈને જબરદસ્ત પ્રતિક્રિયાઓ આવી રહી છે.

પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને સૌથી વધુ 67 રન બનાવ્યા હતા. આ સિવાય ફખર ઝમાને 55 રન અને કેપ્ટન બાબર આઝમે 39 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય ઓલરાઉન્ડર પેટ કમિન્સ અને એડમ ઝમ્પાએ 1-1 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે 49 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.

આ સિવાય મેથ્યુ વેડે 17 બોલમાં 41 રનની તોફાની ઇનિંગ રમી હતી. માર્કસ સ્ટોઇનિસે 40 અને મિચેલ માર્શે 28 રન બનાવ્યા હતા. શાદાબ ખાને પાકિસ્તાન માટે એકલા હાથે શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહીં. તેણે 4 ઓવરમાં 26 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ સિવાય શાહીન આફ્રિદીના ખાતામાં 1 વિકેટ આવી.

આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે ટોસ જીતીને પાકિસ્તાનની ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ગ્રીન ટીમ નિર્ધારિત ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 176 રન બનાવી શકી હતી. મેચ દરમિયાન, વિકેટ-કીપર ઓપનર મોહમ્મદ રિઝવાને તેની T20I ક્રિકેટ કારકિર્દીની 10મી અડધી સદી ફટકારી અને ફખર ઝમાને પાંચમી અડધી સદી ફટકારી.

ત્યાં, પાકિસ્તાન ટીમ દ્વારા આપવામાં આવેલ 177 રનના લક્ષ્યાંકને ઓસ્ટ્રેલિયન ટીમે 1 ઓવર બાકી રહેતા એટલે કે 19 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર (49), માર્કસ સ્ટોઈનિસ અણનમ (40) અને મેથ્યુ વેડ અણનમ (41) સારી લયમાં જોવા મળ્યા હતા.

T20 વર્લ્ડ કપ 2021ની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમની હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ ચાહકોએ આવી જ રીતે ભારતીય ટીમની મજાક ઉડાવી હતી. હવે પાકિસ્તાનની હાર બાદ ભારતીય ચાહકોએ હિસાબ બરાબર કરી લીધો છે.

મોહમ્મદ રિઝવાને 52 બોલમાં 67 રન ફટકાર્યા હતા અને ફખર ઝમાને 32 બોલમાં 55 રન કર્યા હતા. પાકિસ્તાનનો સ્કોર બંનેની અડધી સદીને કારણે 176-4 સુધી પહોંચ્યો હતો. રિઝવાન અને ઝમાન ઉપરાંત, બાબર આઝમે 34 બોલમાં 39 રન કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ ઓસ્ટ્રેલિયા હવે ફાઇનલમાં ન્યુઝિલેન્ડ સામે ટકરાવાની છે. જો હસન અલીએ કેચ ન છોડ્યો હોત તો ઓસ્ટ્રેલિયાની જગ્યાએ કદાચ પાકિસ્તાન ફાઇનલ રમત. પરંતુ હસન અલીની એક ભૂલને કારણે પાકિસ્તાનને ઘર ભેગુ થવું પડ્યુ છે.

સોશિયલ મીડિયા પર લોકો પાકિસ્તાનના હસન અલી સામે ઉગ્ર રોષ ઠાલવી રહ્યા છે. ત્યારે લોકો હસન અલીને સૌથી મોટો વિલન પણ કહી રહ્યા છે. તે લોકો કહી રહ્યા છે હસન અલી પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની મેચમાં વિલન સાબિત થયો.

Shah Jina