જમ્યાના કેટલાક બાદ યોગા કરી શકાય ? જાણી લો- જો ભૂલ કરશો તો થશે નુકશાન

21 જૂનના રોજ વર્લ્ડ યોગા ડે છે અને સમગ્ર વિશ્વમાં આ દિવસને ઘણી સારી રીતે મનાવવામાં પણ આવે છે. ત્યારે જો યોગ કરતી વખતે કેટલીક ભૂલો કરવામાં આવે તો તેને કારણે જે ફાયદા થાય છે જે નુકશાનમાં ફેરવાઇ જાય છે. યોગ કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. જો તમને ક્યાંય ઇજા થઇ છે કે કોઇ પોઝ કરવાથી દુખાવો થયો છે તો તેના માટે યોગ એક્સપર્ટની સલાહ લેવી જોઇએ અને પછી જ યોગા કરવા જોઇએ.

યોગા કરતા પહેલાના 2-3 કલાક કંઇ ખાવું ન જોઇએ. જો જમીને કોઇ યોગ કરવામાં આવે તો તેનાથી ગભરામણ, શરીરમાં દુખાવો કે ઉલ્ટી જેવી સમસ્યા થઇ શકે છે. આ સાથે થાક પણ લાગે છે. યોગા કરતી વખતે મોબાઇલમાં ધ્યાન ન આપો અને મોબાઇલનો ઉપયોગ પણ ના કરો. આ ઉપરાંત યોગ માટે કપડા ખૂબ મહત્વના હોય છે. ખૂબ ટાઇટ કપડા ન પહેરો. યોગ્ય રીતે યોગ માટે કપડાની પસંદગી કરો.

જો તમે યોગા ક્લાસિસ જાવ છો તો બીજા લોકો સાથે વાતચીત કરી ધ્યાન ન ભટકાવો. બને તેટલી ઓછી વાત કરો. ઘણા લોકો યોગ કરવાની શરૂઆત કરે ત્યારે ઉત્સાહમાં આવી જાય છે અને મુશ્કેલ યોગ જે હોય તે પણ જબરદસ્તી ટ્રાય કરે છે. આવું ન કરવુ જોઇએ. યોગને ધીરે ધીરે આગળ વધારવા જોઇએ. યોગ કરતી વખતે યોગા મેટને ઉપયોગ કરવો અને રૂમાલને જોડે રાખવો કારણ કે પરસેવો લૂછી શકાય.

Shah Jina