આ 7 વસ્તુઓનું દાન ના કરવું જોઈએ નહિ તો કંગાળ થઈ જશો
આપણા હિંદુ ધર્મમાં દાનને ખુબ જ શુભ માનવામાં આવે છે. આપણા જ ધર્મમાં નહિ દરેક ધર્મની અંદર દાનને શુભ માને છે. એવું કહેવાય છે કે દાન કરવાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે અને મોક્ષ મળે છે. પરંતુ કેટલાક દાન એવા છે જે તમે કરો છો તો તમારે નુકશાનીનો સામનો પણ કરી શકવો પડે છે. આજે અમે તમને એવા જ કેટલાક દાન જણાવીશું.

1. પ્લાસ્ટિકની વસ્તુઓનું દાન:
ઘણા લોકો આ વાત નથી જાણતા કે પ્લાસ્ટિકની વસ્તુઓનું દાન કરવું શુભ નથી માનવામાં આવતું. એવું કહેવામાં આવે છે કે પ્લાસ્ટિકની વસ્તુઓનું દાન કરવાથી તમારા વેપાર ધંધામાં નુકશાન થાય છે. પરંતુ તમે તમારા માટે પ્લાસ્ટિકની વસ્તુ ખરીદી શકો છો.

2. સ્ટીલના વાસણનું દાન:
સ્ટીલના વાસણોનું દાન કરવાથી ઘરની સુખ શાંતિ ચાલી જાય છે. શાસ્ત્રોમાં પણ સ્ટીલના વાસણ દાન કરવામાં ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. સ્ટીલના વાસણ દાન કરવાથી નુકશાન થાય છે.

3.સાવરણીનું દાન:
જ્યોતિષ અનુસાર સાવરણીમાં લક્ષ્મી માતાનો વાસ માનવામાં આવે છે તેથી ભૂલથી પણ કોઈને સાવરણીનું દાન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી આનાથી નાખુશ થઈ જાઈ છે અને સાથે સાથે તમારા ઘરની લક્ષ્મી પણ તે વ્યક્તિ ના ઘરે જતી રહે છે.

4. પહેરેલા કપડાં:
પોતાના જુના કપડાને ક્યારેય કોઈ પંડિતને દાન ના કરવા જોઈએ. જો તમે કોઈ ગરીબને દાન કરો છો તો તે શુભ માનવામાં આવે છે. પરંતુ પંડિત અથવા જેને જરૂર નથી એવા લોકોને આપો છો નુકશાન થાય છે.

5. વપરાયેલું તેલ:
તેલનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. પરંતુ કોઈ વ્યક્તિને ક્યારેય ખરાબ તેલ અથવા વપરાયેલા તેલનું દાન કરવું ના જોઈએ. આમ કરવાથી તેના ખરાબ પરિણામ જીવનમાં મળી શકે છે.

6. વાસી ખોરાકનું દાન:
જમવાનું દાન કરવું એ પણ ખુબ જ પુણ્યનું કાર્ય છે. પરંતુ ક્યારેય કોઈને વાસી કે ખરાબ ખોરાક દાન ના કરવો. આમ કરવાથી પરિવારની અંદર કોઈ બીમાર થઇ શકે છે.

7. ફાટેલા પુસ્તકોનું દાન:
પુસ્તકો ઉપર માતા સરસ્વતીનો આશીર્વાદ રહેલો હોય છે. પુસ્તકોનું દાન કરવાથી વિદ્યામાં વધારો થાય છે. પરંતુ ક્યારેય કોઈને ફાટેલા પુસ્તકોનું દાન ના કરવું જોઈએ. ફાટેલા પુસ્તકોના દાન કરવાથી નુકશાન થાય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.