ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ ન પહેરો આવા કપડા, માં દુર્ગા થશે નારાજ

ચૈત્ર મહિનાની નવરાત્રિ શનિવાર એટલે કે 2 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. આ નવરાત્રિ દરમિયાન દુર્ગા માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જો આ દરમિયાન પૂરા વિધાન સાથે પુજા કરવામાં આવે તો ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. માતાની કૃપાથી ભક્તોને શૌર્ય, આત્મવિશ્વાસ,સુખ સમૃદ્ધિ મળે છે. જો કે માતાની પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી બને છે. તેમા સૌથી મહત્વની વસ્તુ છે તમારા કપડા. તો આવો જાણી માતાની પૂજા કરતી વખતે કેવા કપડા પહેરવા જોઈએ અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

નવરાત્રિ દરમિયાન માતાની પૂજા કરતી વખતે ભૂલથી પણ કાળા કપડા ન પહેરવા જોઈએ. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માતાને કાળા કપડા પસંદ નથી. જો બની શકે તો આ નવ દિવસ દરમિયાન કાળા કપડા ન પહેરો. નોંધનિય છે કે કાળો રંગ નકારાત્મક ઉર્જાનું પ્રતિક છે અને નવરાત્રિનો સમય બહુ શુભ હોય છે, તેથી આ સમયગાળા દરમિયાન શુભ રંગ જ પહેરવો જોઈએ.

આ નવ દિવસ દરમિયાન અને ખાસ કરીને માતાની પૂજા કરતી વખતે લીલો,લાલ,કેસરી,પીળો અને આસમાની રંગના કપડા પહેરવા જોઈએ. આવું કરવાથી માતા પ્રસન્ન થાય છે અને તમારા પર કૃપા વરસાવે છે. જો બની શકે તો કોટનના કપડા પહેરવા. આ કપડાને પૂજા પાઠ માટે શુભ અને શુદ્ધ માનવામાં આવે છે. સાથે આવું કાપડ આરામદાયક પણ હોય છે તેનાથી તમારી ભક્તિમાં અડચણ પણ નહીં આવે. આ દરમિયાન એક વાતનું ખાસ ધ્યાન રાખો કે કોઈ બીજા કપડા ન પહેરવા. હંમેશા પોતાના અને સાફ કપડા પહેરવા. મેલા કપડા પહેરવાથી પણ માતા નારાજ થાય છે.


ચૈત્ર નવરાત્રી દરમિયાન પુજા કરતી વખતે કેટલીક સામગ્રીની જરૂર પડે છે. જેમા કુમકુમ, લાલ કપડું, ચૌકી, કલશ,સોપારી,લાલ ધજા, નારિયેળ,કપૂર, જવ, કાલવ, જાયફળ, લવિંગ, કેરીના પાન, ઘી, ધૂપ, દીપક, કેળા, ધૂપ, માચીસ, માટીનું વાસણ, ખાંડની મીઠી,દીવો, માટી,ચુંદડી વગેરે વસ્તુની જરૂર પડશે. આ ઉપરાંત માતાના શણગારની વસ્તુઓની વાત કરીએ તો માતાનો ફોટો,હાર,સૂકા ફળો, મીઠાઈઓ, લાલ રંગના ફૂલ, ગંગાજળ અને દુર્ગા સ્તુતિ વગેરે.

YC